Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આસવ
અપર્વ અને અદભુત સ્વરૂપ ભાસે છે; અને બંધનિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સપુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિની ધારા બળવાન રહે છે; નહીં તો માઠા દેશ, કાળ, સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્યાદિનાં બળમાં વધી શકતાં નથી, અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે
છે. (પૃ. ૩૯૮) 1 શ્રીમત્ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો. એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકરી, પરમ
અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃતવરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમતું અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ઘર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદૂભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગપુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગપુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. (પૃ. ૨૪).
સંબંધિત શિર્ષક : જ્ઞાનીનો આશ્રય આસનજય 0 આસનજયથી ઉત્થાનવૃત્તિ ઉપશમે છે; ઉપયોગ અચપળ થઈ શકે છે; નિદ્રા ઓછી થઇ શકે છે.
(પ્ર. ૬૬૩) | આસ્થા |
આસ્થા = સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે. (પૃ. ૭૧૬) માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા' - “આસ્થા'. (પૃ. ૨૨૬) 0 દૃઢપણે ઓઘ આસ્થાથી, વિચારપૂર્વક અભ્યાસથી વિચારસહિત આસ્થા થાય છે. (પૃ. ૭૫૭)
| સંબંધિત શિર્ષક: શ્રદ્ધા | આસ્રવ | n જે જે વૃત્તિમાં રહુરે અને ઇચ્છા કરે તે “આગ્નવ” છે. (પૃ. ૬૯૬) યોગનું ચલાયમાનપણું તે “આગ્નવ”. (પૃ. ૭૭૨) જ્ઞાનાવરણીયાદિ કર્મને યોગ્ય જે પુદગલ ગ્રહણ થાય છે તે દ્રવ્યાસ્રવ જાણવો. જિનભગવાને તે અનેક ભેદથી કહ્યો છે. (પૃ. ૫૮૪)