________________
આસ્રવ (ચાલુ)
७८ I દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નોકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળાં મળી
સત્તાવને આસ્રવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રમાણ છે. (પૃ. ૨૪). શ્રી આચારાંગસૂત્ર મધ્યે કહ્યું છે કે “આગ્નવા તે પરિઝવા,” ને જે “પરિઝવા તે આગ્નવા.” આસ્રવ છે તે જ્ઞાનીને મોક્ષના હેતુ થાય છે. અને જે સંવર છે, છતાં તે અજ્ઞાનીને બંધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયોગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી.
(પૃ. ૬૯૮). [ આમ્રવને રોકી શકે એવો ચૈતન્યસ્વભાવ તે “ભાવસંવર' અને તેથી દ્રવ્યામ્રવને રોકે તે દ્રવ્યસંવર'
બીજો છે. (પૃ. ૫૮૪). 1 જ્ઞાન કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્રય બદલતો નથી, કે સર્વસંગ મોટા આસ્રવ છે;
ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં, સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે; અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે; તેથી અહોનિશ તે મોટા આસ્રવરૂપ
એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે. (પૃ. ૪૪૦). | આહાર, વિહાર, નિહાર | [ આહાર કરવો નહીં. આહાર કરવો તો પુગલના સમૂહને એકરૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં.
(પૃ. ૧૦) [ રસાદિક આહાર તજવો. પૂર્વ ઉદયથી ન તજાય તો અબંધપણે ભોગવવો. (પૃ. ૧૦)
વિશેષ પ્રસાદ લઉં નહીં. સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં. (પૃ. ૧૩૭) T માંસાદિક આહાર કરું નહીં. (પૃ. ૧૩૮) 3 આહાર અનુક્રમે ઓછો કરવો (લવો). (પૃ. ૧૦) I ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી. (તે પણ શા
અર્થે ?) માત્ર મોક્ષસાધનને અર્થે. મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે. (બીજા કોઈ પણ હેતુથી નહીં.) સર્વ જિન ભગવંતોએ આશ્ચર્યકારક (અદ્ભુત ઉપકારભૂત) એવું તપ કર્મ નિત્યને અર્થે ઉપદે. (તે આ પ્રમાણે :) સંયમના રક્ષણાર્થે સમ્યફવૃત્તિએ એક વખત આહારગ્રહણ. (દશવૈકાલિકસૂત્ર.) (પૃ. ૨૭) D આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. (પૃ. ૫) [ આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇડને વશ કરવાં. (પૃ. ૧૩૬) આહારની વાત એટલે ખાવાના પદાર્થોની વાત તુચ્છ છે તે કરવી નહીં. વિહારની એટલે સ્ત્રી, ક્રીડા આદિની વાત ઘણી તુચ્છ છે. નિહારની વાત તે પણ ઘણી તુચ્છ છે. શરીરનું શાતાપણું કે દીનપણું એ બધી તુચ્છપણાની વાત કરવી નહીં. આહાર વિષ્ટા છે. વિચારો કે ખાધા પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તો દૂધ થાય છે; ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજનો જે આહાર તેને વિષ્ટાતુલ્ય જાણી, તેની ચર્ચા ન કરવી. તે તુચ્છ વાત છે. (પૃ. ૭૨૩).