Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ઈચ્છા
૮૦
ઇચ્છા
ઇચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઇચ્છા, આશા જયાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત્ છે, ઇચ્છાજયવાળું પ્રાણી ઊર્ધ્વગામીવત્ છે. (પૃ. ૨૩૪).
ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઇચ્છા કરવી યોગ્ય નથી. (પૃ. ૩૩૧) T જીવે દેવગતિની, મોક્ષના સુખની અથવા બીજી તેવી કામનાની ઇચ્છા ન રાખવી. (પૃ. ૭૦૪) D દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા પુરુષની ઇચ્છો.
(પૃ. ૧૫૭) D નિરંતર સપુરુષની કૃપાદૃષ્ટિને ઇચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. (પૃ. ૧૭૬)
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઇતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું: તે ન હોય તો પછી
માગવાની ઇચ્છા પણ નથી. (પૃ. ૨૨૨) D સંબંધિત શિર્ષકો ઈશ્વરેચ્છા, વાંછા, હરિઇચ્છા | ઈન્દ્રિયો | | પાંચ ઇન્દ્રિયોનો પોતપોતાનો સ્વભાવ છે. ચક્ષુનો દેખવાનો સ્વભાવ છે તે દેખે છે. કાનનો સાંભળવાનો
સ્વભાવ છે તે સાંભળે છે. જીભનો સ્વાદ, રસ લેવાનો સ્વભાવ છે તે ખાટો, ખારો સ્વાદ લે છે. શરીર, સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઇ, તાદાભ્યરૂપ થઇ તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં.
ઇન્દ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે. (પૃ. ૯૮-૯) T સ્ત્રી હોય કે પુરુષ હોય પણ દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તો મડદું છે ને ઇન્દ્રિયો ગોખલા
જેવી છે. (પૃ. ૭૩૪) || ઇન્દ્રિયોના ભોગસહિત મુકતપણું નથી. ઇન્દ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે; ને સંસાર છે ત્યાં મુકતપણું
નથી. (પૃ. ૭૬૫). ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. (પૃ. ૧૨૮). જયાં સુધી મોહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવ્યે આત્માને પોતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇન્દ્રિયોના વિષય મોળા કરવા. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇન્દ્રિય અમલમાં લાવવી; એમ અનુક્રમે બીજી ઇન્દ્રિયોના વિષયો. ઇન્દ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી