________________
૮૩
ઈશ્વરેચ્છા
લેજે. (પૃ. ૫)
— સંબંધિત શિર્ષકો : અદ્વૈત, જિન, તીર્થંકર, દેવ, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સવ, સત્પુરુષ, સિદ્ધ
ઈશ્વરેચ્છા
આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાનીપુરુષો સહજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. જ્ઞાનીને ‘પ્રારબ્ધ’ ‘ઇશ્વરેચ્છાદિ’ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઇ કોઇ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી. તે બન્નેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે, તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઇશ્વરેચ્છાથી પણ બળવાન જાણીએ છીએ.
‘ઇશ્વરેચ્છા' એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે. ઇશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભકિતને યોગ્ય છે. (પૃ. ૩૩૩-૪)
‘ઇશ્વરેચ્છા' જેમ હશે તેમ થશે. વિકલ્પ ક૨વાથી ખેદ થાય; અને તે તો જયાં સુધી તેની ઇચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે. (પૃ. ૩૩૭)
D જે ઇશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે; અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. (પૃ. ૩૮૭)
ઇશ્વરેચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભકિતમાનને સુખદાયક છે. (પૃ. ૨૮૦)
D એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શિત પણ ઉપશમ થાય ત્યારે જે ઇશ્વરેચ્છા હશે તે થશે. (પૃ. ૩૫૩)