________________
૭૫
આશ્રમ
આશા
*ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના
બળથી જીવવું થાય છે. એક માત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જિવાય છે. જે કોઈ પણ મનુષ્ય ઇચ્છે છે, તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઇચ્છે છે, અને તે પ્રાપ્તિની ઇચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરી કલ્પના જ રહ્યા કરે છે; જો તે કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો. |
આશાતના
જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરનો સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તો વિશેષ દોષ લાગે છે તેનું તો ભાન નથી. માટે જ્ઞાનીની કોઇ પણ પ્રકારે આશાતના ના થાય તેવો ઉપયોગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તો તે કલ્યાણનો મુખ્ય માર્ગ છે. (પૃ. ૬૯૮). D જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. (પૃ. ૪૫૨) અસદ્ગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું છે તો તીર્થંકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસદ્ગમાં કંઈ ભેદ ન પડયો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈ જૂનાધિકપણું કર્યું જ નહીં. (પૃ. ૨૨૯) સપુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચારજો. આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં. કોઈ પણ અયોગ્ય આચરણ થાય અથવા અયોગ્ય વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સત્પરુષની નિંદા કરે અને પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાતુ અધોગતિનું કારણ થાય
માટે તેમ કરવું નહીં. (પૃ. ૬૮૭) આશ્રમ D ચાર આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ,
એમ અનુક્રમ છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે, તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે. સરવાળે સો વર્ષના આયુષ્યવાળો, તેવી જ વૃત્તિએ ચાલ્યો આવ્યો તો તે આશ્રમનો ઉપભોગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાળિક મોત ઓછાં થતાં હોય એમ એ આશ્રમના બાંધા પરથી સમજાય છે. આર્યભૂમિકા પર પ્રાચીનકાળમાં ચાર આશ્રમ પ્રચલિત હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતો હતો. પરમર્ષિ નાભિપુત્રે ભારતમાં નિવધર્મને જન્મ આપવા પ્રથમ તે કાળના લોકોને વ્યવહારધર્મનો ઉપદેશ એ જ આશયથી કર્યો હતો. તીર્થકરરૂપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે તેમના