Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૩
આર્ય
કૈવલ્યજ્ઞાનીને - વીતરાગને આરાધે છે, તે નિશ્વયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને
ભમરી અને ઇયળનું પ્રત્યક્ષ સમજાય એવું દ્રષ્ટાંત આપ્યું છે. (પૃ. ૩૩૭) E પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હોઇએ તો લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી
વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યું કામ આવે છે; આરાધના થઈ શકે છે. (પૃ. ૭૭૨) D સંબંધિત શિર્ષક : ઉપાસના આર્તધ્યાન T કોઇ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને
શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. (પૃ. ૪૪૪). D માટીના ઘડામાં તુચ્છતા જાણી છે એટલે તે ફૂટી જવાથી લોભ પામતો નથી. ચાંદી, સુવર્ણાદિને વિષે
મહત્ત્વ માન્યું છે તેથી તેનો વિયોગ થવાથી અનેક પ્રકારે આર્તધ્યાનની વૃત્તિ હુરાવે છે. (પૃ. ૬૯૬). | પરિણામે આધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે. (પૃ. ૧૭૯) D આર્તધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઈ શકે. (પૃ. ૭૮૪). I ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય
છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. (પૃ. ૧૧૨) D ધર્મધ્યાન, શુક્લધ્યાન ઉત્તમ કહેવાય. આર્ત, રૌદ્ર, એ ધ્યાન માઠાં કહેવાય. (પૃ. ૭૦૫) D જીવનું સદા અનર્થ કરનાર કોણ? આ અને રૌદ્રધ્યાન. (પૃ. ૧૫)
આર્તધ્યાન બાવન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન બાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરક્ત થવાશે. (પૃ. ૩૦૫).
સંબંધિત શિર્ષક : ધ્યાન | આર્ય
આર્ય = ઉત્તમ. “આર્ય' શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષુને તથા આર્યદશના રહેનારને માટે વપરાય. (પૃ. ૭૬૯). ‘આર્ય આચાર' એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે; અને “આર્ય વિચાર” એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણો, તે કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. (પૃ. ૫૨૪) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્યધર્મ કહેવા ઇચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને આર્યધર્મ કહે છે, અને એમ જ યોગ્ય છે. (પૃ.૪૨૭)