Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૧
આરંભપરિગ્રહ (ચાલુ) | લીધું છે; અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીનાં આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોનાં વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે; તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઇચ્છાદિ ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબૂઝતો નથી; અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઇચ્છે છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી, અને ભવિષ્યમાં થશે નહીં. (પૃ. ૪૦૮). 2 આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં
છે. તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભપરિગ્રહને વારંવારના
પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. (પૃ. ૩૧૮) D આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે. (પૃ. ૪૫૧) -
તે (સપુરુષના) સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તોપણ તેમાંથી વૃત્તિને મોળી પડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સલ્ફાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. આરંભપરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને સપુરુષોનો સમાગમ અને સત્યાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભપરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સપુરુષનાં વચનનું અથવા સલ્લાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભપરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને સાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે; કેમકે જીવનો અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તોપણ જેણે તેમ કરવાનો નિશ્રય કર્યો છે, તે તેમ કરી શક્યા છે; માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુઓએ આ વાતનો નિશ્રય અને નિત્યનિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. (પૃ. ૬૦૭) -- T સત્સમાગમ અને સાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ
પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે. (પૃ. ૪૭૩) - I આરંભપરિગ્રહથી જ્ઞાનીનાં વચનો શ્રવણ થતાં નથી; મનન થતાં નથી; નહીં તો દશા બદલાયા વિના
કેમ રહે? આરંભપરિગ્રહનું સંક્ષેપપણું કરવું. વાંચવામાં ચિત્ત ચોટે નહીં તેનું કારણ નીરસપણું લાગે છે.
જેવી રીતે માણસ નીરસ આહાર કરી બેસે તો પછી ઉત્તમ ભોજન ભાવે નહીં તેવી રીતે. (પૃ. ૭૨૬) I આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ
ઉપદેશ્યો છે. (પૃ. ૪૮૬)