Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આરંભપરિગ્રહ (ચાલુ)
૭૨
જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભપરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્ત્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઇએ, એમાં સંદેહ નથી.
આરંભપરિગ્રહનો ત્યાગ ક્યા ક્યા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ ક્યા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઇ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.
આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. (પૃ. ૪૯૧)
સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનુ મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. (પૃ. ૫૦૨-૩)
E સંબંધિત શિર્ષક : પરિગ્રહ
આરાધક
આ કાળમાં જ્ઞાનીપુરુષનું પરમ દુર્લભપણું છે, તેમ આરાધક જીવો પણ ઘણા ઓછા છે.
પૂર્વકાળમાં જીવો આરાધક અને સંસ્કારી હતા, તથારૂપ સત્સંગનો જોગ હતો, તેમ સત્સંગનું માહાત્મ્ય વિસર્જન થયેલું નહોતું, અનુક્રમે ચાલ્યું આવતું હતું તેથી તે કાળમાં તે સંસ્કારી જીવોને સત્પુરુષનું ઓળખાણ થતું. (પૃ. ૬૮૫-૬)
મારું એમ કહેવું નથી કે કોઇ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમર્યો છે તેવા પણ તે આંગળીએ ગણી લઇએ તેટલા હશે. (પૃ. ૧૭૩)
આ કાળમાં આરાધકપણાનાં કારણો ઘટતાં જાય છે, અને વિરાધકપણાનાં લક્ષણો વર્ધમાનતા પામતાં જાય છે. (પૃ. ૬૯૨)
D આરાધકપણું નહીં એટલે પ્રશ્નો અવળાં જ કરે છે. આપણે ભવ્ય અભવ્યની ચિંતા રાખવી નહીં. અહો ! અહો !! પોતાના ઘરની પડી મૂકીને બહારની વાત કરે છે ! પણ વર્તમાનમાં ઉપકાર કરે તે જ કરવું. એટલે હાલ લાભ થાય તેવો ધર્મવ્યાપાર કરવો. (પૃ. ૬૮૭)
કે આર્ય ! અલ્પાયુષી દુષમકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી; તથાપિ આરાધક જીવોનો તદ્ભુત્ સુદૃઢ ઉપયોગ વર્તે છે. (પૃ. ૬૫૪)
આરાધના
આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે, અને તે આરાધનાનું વર્ણન ક૨વા શ્રુતકેવળી પણ અશક્ય છે. જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે. (પૃ. ૭૭૯)
D જિન થઇને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઇ જિનને એટલે