Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આવરણ
૭૪
આવરણ
જે મતભેદે આ જીવ પ્રાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. (પૃ. ૮૧૮) [] જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની
ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે.
(પૃ. ૪૬૧) આવશ્યક
D આવશ્યકતા છ પ્રકાર :- સામાયિક, ચોવીસથ્થો, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન.
(પૃ. ૭૦૩)
આશય D ઉત્કૃષ્ટદશાવાને મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી “વર્તમાન જ્ઞાની પુરુષ'ને સ્વાભાવિક વૃષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. (પૃ. ૪૯૬). T જિનાગમમાં તેની અવધિ, મન:પર્યવાદિ જ્ઞાનની) જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે
વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદ્રષ્ટિએ જોતાં તે
સંદેહનો અવકાશ નથી. (પૃ. ૪૯૭). આશકા T સમજવા માટે વિચાર કરી પૂછવું તે “આશંકા' કહેવાય. (પૃ. ૭૦૫) D પોતાથી ન સમજાય તે “આશંકામોહનીય'. સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે પણ
“આશંકામોહનીય'. પોતાથી ન સમજાય તે પૂછવું. મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આનું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યક્ત્વ જાય નહીં, અર્થાત્ તે પતિત હોય નહીં. (પૃ. ૭૦૫-૬). D ખરેખરી આશંકા ટળે તો ઘણી નિર્જરા થાય છે. જીવ જો સપુરુષનો માર્ગ જાણતો હોય, તેનો તેને
વારંવાર બોધ થતો હોય, તો ઘણું ફળ થાય. (પૃ. ૭૨૫)