Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૮
| આપ્ત (ચાલુ)
જોઇએ અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ, અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. મિત્તા મૂમૃત' (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વતો તોડયાથી મોક્ષ હોઈ શકે; એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડયા છે તે સાકાર ઉપદેણ છે. તેવા કોણ? વર્તમાન દેહે જે જીવન્મુક્ત છે તે. જે કર્મરૂપી પર્વતો તોડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવાપણું ન હોય; માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઈએ. જ્ઞાતાર વિશ્વતત્ત્વીન' (વિશ્વતત્ત્વના જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. વંટે તપાધ્ધ” (તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદન કરું છું), અર્થાત્ આવા ગુણવાળા પુરુષ હોય તે જ આપ્ત છે અને તે જ વંદન યોગ્ય છે. (પૃ. ૭૭૪) આપ્તપુરુષ D કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે
જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય? એટલે તે પુરુષ આપ્ત (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ ક્યા લક્ષણે ઓળખી શકાય? કદાપિ કોઈ મુમુક્ષને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે? સર્વ પ્રકારે જેને પરિગ્રાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત અહમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી, અથવા પરિક્ષણ થયું છે; “અનંતાનુબંધી' પ્રકૃત્તિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાનીપુરુષ દેખે છે. અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્યા હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો. (પૃ. ૫૦૧) જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ઘન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઇ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. તથારૂપ પરમજ્ઞાની આપ્તપુરુષનો પ્રાયે વિરહ છે. (પૃ. ૪૬૨) તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસ પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈએક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહતું પુણ્ય જોઇએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહતુ મહતું પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ