Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૩
આત્માની ઓળખાણ
5)
T વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ
જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે. (પૃ. ૮૦૨). a આત્મા એક છે કે અનેક છે તેની ચિંતા કરવી નહીં. આપણે તો એ વિચારવાની જરૂર છે કે હું એક
છું'. જગતને ભેળવવાની શી જરૂર છે ? એક અનેકનો વિચાર ઘણી આવી દશાએ પહોંચ્યા પછી વિચારવાનો છે. જગત ને આત્મા સ્વપ્ન પણ એક જાણશો નહીં. આત્મા અચળ છે; નિરાવરણ છે.
(પૃ. ૭૧૫). D આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. (પૃ. ૯) 1 શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ
જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. (પૃ. ૧૬૪). 0 ‘પડિમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણ વોસિરામિ', આદિ પાઠનો લૌકિકમાં હાલ એવો અર્થ થઈ
ગયો જણાય છે કે “આત્માને વોસરાવું છું', એટલે જેનો અર્થ, આત્માને ઉપકાર કરવાનો છે તેને જ, આત્માને જ ભૂલી ગયા છે. જેમ જાન જોડી હોય, અને વિધવિધ વૈભવ વગેરે હોય, પણ જો એક વર ન હોય તો ન શોભે અને વર હોય તો શોભે; તેવી રીતે ક્રિયા વૈરાગ્યાદિ જો આત્માનું જ્ઞાન હોય તો શોભે;
નહીં તો ન શોભે. જૈનમાં હાલમાં આત્માનો ભુલાવો થઈ ગયો છે. (પૃ. ૭૧૬). I ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ
અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિકકાર હો ! (પૃ. ૫ર) T સંબંધિત શિર્ષકો : અંતરાત્મા, ચેતન, ચૈતન્ય, જીવ, મહાત્મા, પરમાત્મા | આત્માની ઓળખાણ 1 ચૌદ રાજલોક જાણ્યો પણ દેહમાં રહેલો આત્મા ને ઓળખ્યો; માટે રખડયો ! (પૃ. ૭૧૩)
જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તો પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય ? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી ત્યાં રહી ગૂંચાઈ ડહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી; માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો. જે સારભૂત છે તે જોવા સારુ આ ‘આત્મા રસભાવવાળો છે', ‘તે કર્મનો કર્તા છે', અને તેથી (કર્મથી) તેને બંધ થાય છે, તે બંધ શી રીતે થાય છે?' 'તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય ?’ અને ‘તે બંધથી નિવૃત્ત થવું એ મોક્ષ છે' એ આદિ સંબંધી વારંવાર, અને ક્ષણે ક્ષણે વિચાર કરવો યોગ્ય છે અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે, ને તેને લીધે નિરવરૂપનો અંશેઅંશે. અનુભવ થાય છે. (પૃ. ૭૪૬-૭) સૂત્રો, ચૌદપૂર્વનું જ્ઞાન, મુનિપણું શ્રાવકપણું, હજારો જાતનાં સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધનો, જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કહ્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યાં છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તો સફળ