Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| આત્મા (ચાલુ)
૬૨ (પૃ. ૧૭૦) 2 આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. (પૃ. ૭૧૩)
સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. (પૃ. ૧૫૭) જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યફષ્ટિપુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય?
(પૃ. ૨૧) I આત્માને જ્ઞાનગુણનો સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી; પરમાર્થથી બન્નેનું અભિન્નપણું
જ છે. જો દ્રવ્ય જુદું હોય અને ગુણ પણ જુદા હોય તો એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યનો અભાવ થાય. દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે; બન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ થાય, અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવું એકપણું છે. વ્યપદેશ (કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગુણના ઘણા ભેદ થઈ શકે; પણ પરમાર્થનયથી એ ચારેનો અભેદ છે. પુરુષની પાસે ધન હોય તેનું ધનવંત એવું નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ બન્ને પ્રકારથી તત્ત્વજ્ઞો જાણે છે. આત્મા અને જ્ઞાનનો સર્વથા ભેદ હોય તો બન્ને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞનો સિદ્ધાંત છે. જ્ઞાનનો સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવો સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વનો ઐક્યભાવ થવાનો પ્રસંગ આવે. સમવર્તિત્વ સમવાય અપૃથકભૂત અને અપૃથસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણનો સંબંધ વીતરાગોએ અપૃથફસિદ્ધ કહ્યો છે. દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેનો આત્માથી ભેદ કહેવાય છે. આત્મા (વસ્તુપણે) અનાદિ અનંત છે, અને સંતાનની અપેક્ષાએ સાદિસાંત પણ છે, તેમ સાદિઅનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણાથી તે તે ભંગ છે. સદ્ભાવથી જીવદ્રવ્ય અનંત છે. એમ સ(જીવ પર્યાય)નો વિનાશ અને અસતુ જીવનો ઉત્પાદ, પરસ્પર વિરદ્ધ છતાં જેમ અવિરોધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. (પૃ. ૫૮૯). આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી. પારાની જેમ આત્મા. ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઇ પડે અને સડવા માંડે ! (પૃ. ૬૭૭) | આત્મા જેવો કોઈ દેવ નથી. (પૃ. ૧૫૯). D શ્રાવકપણું કે સાધુપણું કુળસંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઇએ. (પૃ. ૬૬૬) T જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. આત્મા તેવો નથી. (પૃ. ૩૨૬)