Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
SO
| આત્મા (ચાલુ)
છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું? દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે; જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાની છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી,
એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. (પૃ. ૫૩૯-૪૦) I છ ઇન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે; અને બાકીની પાંચ ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે; અને
તેની સંકલન કરનાર પણ એક મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઇ ઇન્દ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે; તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઇ, તે લેવા પગે ચાલવા માંડયું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને
કર્યું છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે. (પૃ. ૭૭૬). | દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે
આર્યજનો ! અંતર્મુખ થઇ, સ્થિર થઇ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. (પૃ. ૬૨૦) T હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો
હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. (પૃ. ૫૦૪) I જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઇત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહુ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુર્યું હોય તોપણ આ પર અધિક લક્ષ રાખશો. (પૃ. ૨૨૬) T કોઈ પણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને
આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. (પૃ. ૩૬૨). D નિર્મળ અંત:કરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. (પૃ. ૧૫૬)
જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે. વિષયાર્તપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે. વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે,
અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે. (પૃ. ૮૦૮-૯). I આત્મા અહંતપદ વિચારે તો અહત થાય. સિદ્ધપદ વિચારે તો સિદ્ધ થાય. આચાર્યપદ વિચારે તો