Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આત્મા (ચાલુ)
૫૮ I અનંતજ્ઞાન અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ
વિચાર કરો. (પૃ. ૧૫૬) T સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકૂચારિત્ર મોક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે.
નિશ્ચયથી આત્મા એ ત્રણેય છે. આત્માને છોડીને એ ત્રણે રત્ન બીજા કોઈ પણ દ્રવ્યમાં વર્તતાં
નથી, તેટલા માટે આત્મા એ ત્રણેય છે; અને તેથી મોક્ષકારણ પણ આત્મા જ છે. (પૃ. ૫૮૪) T જે આત્મા આત્મસ્વભાવમય એવા જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્રય જ્ઞાન, દર્શન
અને ચારિત્ર છે. (પૃ. ૫૯૫). | આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધનો
(!) વિશેષ બોધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્લરે છે. જેમ જેમ આઘેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદ પરિણામને ભજે છે; અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે; અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા (!) રૂપ સુગંધ વિશેષ પડે છે, જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે
તે આત્માની વિશેષ છાયા-સુગંધ(!)નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. (પૃ. ૩૮૬). [ આત્મા તલમાત્ર દૂર નથી; બહાર જોવાથી દૂર ભાસે છે, પણ તે અનુભવગોચર છે. આ નહીં, આ
નહીં, આ નહીં. એથી જુદું જ રહ્યું છે તે છે. (પૃ. ૭૧૩). L૦ આત્મા છે? શ્રી હા, આત્મા છે. પ્ર0 અનુભવથી કહો છો કે આત્મા છે? શ્રી૦ હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો
અનુભવગોચર છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે
જ. (પૃ. ૬૮૦) [ આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આત્મા અનુભવગોચર છે. અનુમાન છે તે માપણી છે.
અનુભવ છે તે હોવાપણું છે. (પૃ. ૭૧૩)
આત્મા સ્વાનુભવગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી, ઇન્દ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. ' (પૃ. ૭૧૩). I આત્માનું હોવાપણું વિચારવામાં આવે તો અનુભવવામાં આવે; નહીં તો તેમાં શંકા થાય છે. જેમ એક
માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણાને લીધે આત્માને થાય છે. ઊંઘમાં પણ
આત્માને સામાન્યપણે જાગૃતિ છે. આત્મા કેવળ ઊંધે નહીં, તેને આવરણ આવે. (પૃ. ૭૧૪) I આત્મા અરૂપી છે; એટલે વર્ણગંધરસસ્પર્શરહિત વસ્તુ છે અવસ્તુ નથી. (પૃ. ૭૦૮) I પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂક્ષ્મપણું છે, તે જેટલું વાણીગોચર થઇ શકે તેટલું કહેવામાં
આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે