Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૭
આત્મા
D મ0 લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત ? ઉ૦ બન્નેની જરૂર છે. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ
આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. (પૃ. ૬૬૪-૫) પ્ર0 મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો? તેને બીજી રીતે દૂર
કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. ઉ૦ સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો “દેહ
અનિત્ય છે એમ જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સર્પને, તમારે મારવો કેમ યોગ્ય હોય ? જેણે આત્મહિત ઇચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હોય તેણે કેમ કરવું? તો તેનો ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત્ સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્યવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ન પણ ન હોય એ જ ઇચ્છવા યોગ્ય છે. (પૃ. ૪૩૧)
આત્મા
0 આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ
કરવાથી ચંદ્ર બે દેખાય છે. (પૃ. ૧૫૬) D જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, બાવવું. નિર્મળ,
અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી. ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે. તેના ફળનો ભોક્તા છે. ભાન થયે સ્વભાવપરિણામી છે. સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. સદૂગુરુ, સત્સંગ, સલ્લાસ્ત્ર, સદ્દવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે
કેવળજ્ઞાન છે. (પૃ. ૫૧૯-૨૦, ૭૨૦) D આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે. (પૃ. ૬૦૫) D આત્મા અનંત જ્ઞાનમય છે. (પૃ. ૭૨૫) 0 આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ
ચેતનસત્તા એ જ્ઞાન. (પૃ. ૭૮૨)