Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧
આત્મા (ચાલુ)
આચાર્ય થાય. ઉપાધ્યાયનો વિચાર કરે તો ઉપાધ્યાય થાય. સ્ત્રીરૂપ વિચારે તો આત્મા સ્ત્રી, અર્થાત્ જે સ્વરૂપને વિચારે તે રૂપ ભાવાત્મા થાય. (પૃ. ૭૧૫)
D આત્માનો ધર્મ આત્મામાં જ છે. (પૃ. ૧૫૮)
– બાહ્યત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવદશા, સ્વભાવદશા ઓળખવી. (પૃ. ૬૯૬)
આત્મા સ્વભાવે કેવળ અક્રિય છે, પ્રયોગે ક્રિય છે. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જ અક્રિયપણું કહ્યું છે. (પૃ. ૭૧૪)
જેણે આત્મા અસંગ, અક્રિય વિચાર્યો હોય તેને ભ્રાંતિ હોય નહીં, સંશયે હોય નહીં, આત્માના હોવાપણા સંબંધમાં પ્રશ્ન રહે નહીં. (પૃ. ૭૧૨)
D પોતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, અને પોતાનાં કર્મથી મુક્ત થવાથી અનંતસુખ પામે છે. (પૃ. ૫૮૮)
D‘શાલ્મલિ વૃક્ષ’ નરકને વિષે નિત્ય અશાતારૂપે છે. ખીજડાને મળતું તે વૃક્ષ થાય છે. ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે, તે અધ્યવસાય વર્જીતાં, નંદનવન સમાન છે. (પૃ. ૭૭૦) પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (પૃ. ૧૬૪)
જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. (પૃ. ૬૬૩)
શ્રી તીર્થંકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે. (પૃ. ૭૯૯)
આત્માના ગુણાતિશયમાં જ ચમત્કાર છે. જે કાંઇ સિદ્ધિ, લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઇ નથી.
આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે. (પૃ. ૭૭૯-૮૦)
ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે, અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ એક હીરો છે તેને એક એક કરતાં ચૌદ પહેલ પાડો તો અનુક્રમે વિશેષ વિશેષ કાંતિ પ્રગટે, અને ચૌદે પહેલ પાડતાં છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટ કાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે. (પૃ. ૬૮૯)
સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે ? (પૃ. ૪૯૭)
તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઇએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. (પૃ. ૮૯)
પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઇ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.