Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આત્મસ્વરૂપ
આત્મસ્વરૂપ
D પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. (પૃ. ૩૯૧)
૫૪
પોતાના પક્ષને છોડી દઇ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. (પૃ. ૫૨૮)
આત્માઅનાત્માનું સત્યસ્વરૂપ નિગ્રંથપ્રવચનમાંથી પ્રાપ્ત થઇ શકે છે. અનેક મતોમાં એ બે તત્ત્વો વિષે વિચારો દર્શાવ્યા છે તે યથાર્થ નથી. મહાપ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં. મુખ્ય નવ તત્ત્વને વિવેકબુદ્ધિથી જે જ્ઞેય કરે છે, તે સત્પુરુષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે. (પૃ. ૧૧૮)
— પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે; આત્માપણે તેનો અવકાશ અત્યંતઅભાવરૂપ છે. તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ એ પુરુષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી - અસંસાર - પરિત્યાગરૂપ કરી - શુદ્ધ ભક્તિએ તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાનાં હૃદયદર્શનથી ઉ૫૨ કહ્યું તે ‘આત્મસ્વરૂપનું પ્રગટપણું' મહાન ફળ છે, એ વાક્ય નિર્વિસંવાદી જાણી લખ્યું છે. (પૃ. ૩૪૨)
અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. (પૃ. ૪૯૧)
આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. (પૃ. ૪૫૦)
આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું ‘આચારાંગસૂત્ર' છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્યે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. (પૃ. ૪૬૧)
— જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે. (પૃ. ૮૦૩)
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓધસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે; જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિઃસત્ત્વ એવા લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદ્ગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના