Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૩
આત્મસ્થિતિ
સદ્દગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માના જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઇ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્ચા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. મુખથી નિશ્રયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટયો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાનીપુરુષનો દ્રોહ કરે છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. પાંચે સ્થાનકને વિચારીને જે છ સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય
જેની દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ! (પૃ. ૫૫૫-૭) | આત્મસ્થિતિ
વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઇ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ
ઉપયોગ અથવા પરમપુરુષની કહી છે (પત્રાંક ૭૮૧) તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ . વિજ્ઞાપના છે. (પૃ. ૬૦૫). 0 શુદ્ધાત્મસ્થિતિનાં પારમાર્થિક શ્રુત અને ઇન્દ્રિયજય બે મુખ્ય અવલંબન છે. સુદૃઢપણે ઉપાસતાં તે સિદ્ધ
થાય છે. તે આર્ય ! નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિત
વીર્યવાન, પરમતત્ત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે. (પૃ. ૬૩૫) [ પારમાર્થિક શ્રુત અને વૃત્તિવયનો અભ્યાસ વર્ધમાન કરવા યોગ્ય છે. (પૃ. ૩૫) D ચરમશારીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે
ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ બળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અને પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું જ્હીએ? એ કેવળ એવંત નથી. કદાપિ એકાંત હો તોપણ આગમ જેણે ભાખ્યાં છે, તે જ આશયી સત્પષ કરી. તે ગમ્ય કરવા
યોગ્ય છે, અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. (પૃ. ૩૫૪) D સંબંધિત શિર્ષક સ્વરૂપસ્થિતિ