Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આત્મસિદ્ધિશાસ્ત્ર (ચાલુ)
પર
અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. (પૃ. ૫૫૭-૮)
D ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ વિશેષ વિચારવા યોગ્ય છે. (પૃ. ૫૬૦)
I ‘આત્મસિદ્ધિ’ ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. (પૃ. ૬૦૪)
D ‘આત્મસિદ્ધિ' ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે. (પૃ. ૬૦૬)
E સંબંધિત શિર્ષક : શાસ્ત્ર
આત્મસિદ્ધિશાસ્ત્ર ઉપસંહાર
— છયે દર્શન આ છ સ્થાનકમાં (આત્મા છે, તે આત્મા નિત્ય છે, તે આત્મા પોતાના કર્મનો કર્તા છે, તે કર્મનો ભોક્તા છે, તેથી મોક્ષ થાય છે અને તે મોક્ષનો ઉપાય એવો સદ્ધર્મ છે.) સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઇ પણ પ્રકારનો સંશય રહે નહીં.
આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઇ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કોઇ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઇ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઇ તેનું ઔષધ નથી.
જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઇને આત્માર્થને છેદો નહીં.
આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્રય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું.
અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે.
ગચ્છ મતની કલ્પના છે તે સર્વ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સદ્વ્યવહાર છે.
જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી.
ભૂતકાળમાં જે જ્ઞાનીપુરુષો થઇ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઇને માર્ગનો ભેદ નથી, અર્થાત્ ૫૨માર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી.
સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે.