Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આત્મવિચાર (ચાલુ)
૫૦ યોગ્ય નથી; અને સત્પરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું
કઠણ છે. (પૃ. ૪૧૯). D જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર
કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મબ્રાંતિનું સમાધાન થાય એવા સદૂગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન
ન થાય. (પૃ. પ૩૩) D સંબંધિત શિર્ષક : વિચાર | આત્મવૃત્તિ 0 દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં
આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહપણે, વિભાવે પરિણમ્યાનું જણાઇ રહે. (પૃ. ૭૭૫) 1 એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા.
કેવળ માત્ર આત્મા જ. આત્મા જ. શુદ્ધાત્મા જ. સહજાત્મા જ. નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ
આત્મા જ. (પૃ. ૮૨૦). | સંબંધિત શિર્ષક વૃત્તિ આત્મશુદ્ધિ | 0 પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે,
માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે. (પૃ. ૬૪૮) | જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી
આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. (પૃ. ૬૫૪) | આત્મસાધન I આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. બાહ્ય અને અંતર્ બન્ને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે; તે
શ્રેષ્ઠ છે. (પૃ. ૭૨૭) સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઇ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે
છે.
જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. (પૃ. ૩૭૧)
આત્મસાધન દ્રવ્ય-હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.