Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૯
આત્મવિચાર
આત્મભાવ
· જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. (પૃ. ૪૪૫) વૈરાગ્યવાન હોય તેનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. (પૃ. ૪૭૧)
D આત્મભાવની વૃદ્ધિ કરજો; અને દેહભાવને ઘટાડજો. (પૃ. ૨૨૩)
પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઇ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે.
હે આર્યો ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી, સુશીલ સહિત, સદ્ભુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. (પૃ. ૬૫૫)
D ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાતિપાતિક એ છ ભાવનો લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતાં સદ્વિચારમાં વિશેષ સ્થિત થશે.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે, તે સમજાવા માટે ઉપર કહ્યા તે ભાવો વિશેષ અવલંબનભૂત છે. (પૃ. ૬૧૬)
રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. (પૃ. ૫૬૩) સંબંધિત શિર્ષક : ભાવ
આત્મવિચાર
જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. (પૃ. ૪૫૨)
એક માત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઇ જીવના સ્વરૂપથી જિવાય છે. (પૃ. ૩૭૭)
અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઇ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઇએ. (પૃ. ૫૫૮)
D જે કોઇ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ (આત્મજ્ઞાનની પ્રાપ્તિ) એક માર્ગ આરાધ્યા સિવાય બીજો કોઇ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓધસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્ત્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. (પૃ. ૩૩૨)
જેમ બને તેમ વિનયાદિ સાધનસંપન્ન થઇ સત્સંગ, સત્શાસ્ત્રાભ્યાસ, અને આત્મવિચારમાં પ્રવર્તવું, એમ કરવું એ જ શ્રેયસ્કર છે. (પૃ. ૩૪૮)
સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઇ દુર્લભ નથી; તથાપિ સત્પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા