Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૭
આત્મપરિણામ
આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે; અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. (પૃ. ૧૯૩)
D ‘પ્રાણવિનિમય’ નામનું મેસ્મેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઇ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે; અમને તો તે પ્રત્યે કંઇ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. (પૃ. ૩૨૭)
આત્મદર્શન
દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. (પૃ. ૧૮૪)
D તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે ! (પૃ. ૨૦૬)
આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે. (પૃ. ૪૧૬)
D સંબંધિત શિર્ષક : દર્શન
આત્મદશા
ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્તૃત થઇ જાય છે. (પૃ. ૪૮૫)
D સત્સમાગમ, સત્શાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે. (પૃ. ૬૧૧)
સંબંધિત શિર્ષકો : જ્ઞાનદશા, જ્ઞાનીની દશા, વીતરાગદશા
આત્મધર્મ
D સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષગ્દર્શનમાં સમાય છે, અને તે ષદર્શન જૈનમાં સમાય છે. (પૃ. ૭૬૫)
જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ(ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમકે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બુદ્ધાદિક પુરુષો પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કંઇ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું. (પૃ. ૭૬૩) સંબંધિત શિર્ષક : ધર્મ
આત્મપરિણામ
શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે.