Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આત્મપરિણામ (ચાલુ)
४८ (પૃ. ૪૪૪) આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર “અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજસ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ‘કર્મ' કહે છે. (પૃ. ૪૫૦). I આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.
(પૃ. ૪૫૨) T ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં
આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. (પૃ. ૪૫૩) વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે
જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તથા તેની વૃઢ ઇચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે. (પૃ. ૪૬૮). T સંબંધિત શિર્ષક : પરિણામ | આત્મપ્રાપ્તિ | D વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ
પામવાનું ઉત્તમ પાત્ર છે. (પૃ. ૧૭૧) જ્ઞાની પુરુષનો નિશ્રય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા
છતાં કેમ લોકો ભૂલે છે? (પૃ. ૪૮૪). | શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. (પૃ. ૫૮૭) T સર્વ અનુભવેલો એવો શુદ્ધ આત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને
આત્મપ્રાપ્તિ કરો. (પૃ. ૧૮૬) | આત્મબળ T સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત
થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઇ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. (પૃ. ૪૭૦) જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સાંચનાનો પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી. (પૃ. ૪૧૫) મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સલ્લાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના સદુપાય છે. જેમ જેમ ઇન્દ્રિયનિગ્રહ, જેમ જેમ નિવૃત્તિયોગ તેમ તેમ તે સત્સમાગમ અને સાસ્ત્ર અધિક અધિક ઉપકારી થાય છે. (પૃ. ૬૪૩) અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેન્દ્રિયને વિષે અજાગૃતપણું જ સંભવે છે. (પૃ. ૩૯૨) . સંબંધિત શિર્ષક : બળ