Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૫
આત્મજ્ઞાન (ચાલુ) 1 કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગ્રત થતાં તરત શકાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન
થતાં દૂર થાય છે. (પૃ. ૫૫૪) I આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે. (પૃ. ૭૧૨) D આશંકા :- આત્મજ્ઞાન થાય તો વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે. સમાધાન :- એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ. તોપણ તેથી એકાવતારીપણાનો
નિષેધ થતો નથી. અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં.
(પૃ. ૫૩૨) I આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી; તે તેની સ્થિતિએ નાશ
પામે. (પૃ. ૪૧૦) ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી. (પૃ. ૪૯0) જેના અંતઃકરણમાં ત્યાગવેરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. (પૃ. ૫૨૮) પરંપરાથી પૂર્વજોએ પ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્યભાવના બંધાય છે; એથી કરીને પણ
આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. (પૃ. ૧૧૫) 0 જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. (પૃ. ૪૪૪) મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્રય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાયો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરૂણાશીલ એવા તે સત્પરુષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે
સર્વ અશરણને નિશ્રળ શરણરૂપ છે, અને સુગમ છે. (પૃ. ૪૯૧). D વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. (પૃ. ૭૧૦) [ સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્રય જિને કહ્યો છે. (પૃ. ૪૬૩)
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘બં સંમતિ પાસદ તે મોuiતિ પારસ' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ આચારાંગસૂત્ર'માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરુને સદ્દગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. (પૃ. ૫૩૭).