________________
હૈયાધારણ પણ આપતાં જ રહ્યાં. પિતાને પ્રાપ્ત થઈ શકે તેવા પ્રતિફળની અપેક્ષા વગરની તેમની હૈયા– હૂંફથી મારી હોંશમાં પ્રાણ-શક્તિનો સંચાર થયે. વર્તમાન વિષમ-કાળમાં પ્રતિફળની અપેક્ષા વગર અને “ઢી લીધેલી વડીલ શાહીના અસહ્ય ભાર વગરની આત્મીયતાપૂર્ણ પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર–પ્રેરક અને પ્રેત્સાહક જવલ્લે જ સાંપડે. આમ છતાં, વિરલ એવું આ સૌભાગ્ય સાંપડયું એ નિજાનુભવ છે. આવી નિષ્કામ પ્રેરણા અને પ્રેત્સાહન આપનાર ગુરુ-શિષ્યની બેલડી એવા આ, પૂજ્ય આચાર્ય દ્વયને અંતરના ઊંડાણથી અભિવન્દુ છું-અનુદું છું.
પરિણામદાયી ઉદાહરણ - આ રીતે, સમયના વહેણ સાથે મારો સંકલ્પ સમભિરૂઢ થતો રહ્યો–તે અંતરાલમાં, મારી ભાવનાને અનુરૂપ એવા એક પ્રયત્નનું શ્રેય–સાધક પરિણામદાયી ઉદારણ પ્રત્યક્ષ થયું. સ્વ–સમર્પણ–નિષ્પન્ન પોતાની ભાવનાજન્ય આ ઉદાત્ત ઉદાહરણને સ્વ-પુરૂષાર્થથી પ્રત્યક્ષ કરી બતાવનાર હતાં—અલ્પવયસ્ક અને અલ્પતર દીક્ષા-પર્યાયવાળા, ખંતીલા, યુવાવસ્થાના આંગણમાં પ્રવેશ કરી રહેલા પ્રાજ્ઞ તથા પ્રગતિ–વાંછુ મુનિરાજ શ્રી શીલચ દ્રવિજયજી. (હાલમાં પન્યાસ પદારૂ૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org