________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
આ પ્રમાણે શ્રાવસ્તી નગરીના કેક નામે ચૈત્યેાદ્યાનમાં ભગવંત સમવસર્યાં.
તે સમયે, તે નગરીમાં ‘ શખ’ આદિ શ્રાવકો-મહાશ્રાવકો મેટી સખ્યામાં રહેતા હતા, જે ધનિક, મહાવ્યાપારી અને માટી હાટ હવેલીઓના સ્વામી હેાવા ઉપરાંત નાનાં મેટાં વ્રતાને ધારણ કરીને યથાશક્તિ ત્રતા પાળનારા હતા. અને જૈન શાસનની અત્યુત્કટ શ્રદ્ધાવાળા હાવાથી કોઈનાથી પણ ગાંજ્યા જાય, ડરી જાય તેવા ન હતા. પોતાની સમ્યગ્ બુદ્ધિ અનુસાર રહીને સદ્વિવેકપૂર્વક પોતાનું જીવન સૌ ભૂતા, પ્રાણીઓ, સત્વ અને જીવા માટે હિતકારી બનાવેલુ હોવાથી ગામમાં પ્રતિષ્ઠાવાળા અને સૌને માન્ય હતા, આદરણીય હતા. ન્યાયમુદ્ધિ જ તેમનું ધન હતુ. સત્યવાદ અલ’કારો હતા. ગૃહસ્થાશ્રમની મર્યાદાવાળું અહિંસાવ્રત કવચ હતું, અને જિનેશ્વરદેવની આજ્ઞા જ તેમનું શસ્ત્ર હતું. તથા જીવાદિ નવતત્ત્વાના યથાક્ષયાપશમ જાણકાર હેાવાથી દિવસ અને રાત્રિના મેટલ ભાગ તત્ત્વોની ચર્ચા વિચારણા કરી નવું નવુ જ્ઞાન મેળવવાની તમન્નાવાળા હતા. તે ચર્ચા નીચે મુજબ છે.
( ૧ ) જીવ તત્ત્વ : હલન-ચલન – હાનિ વૃદ્ધિ આદિ ક્રિયાએથી પ્રત્યક્ષ અને અનુમાનગમ્ય જીવાત્મા શરીરથી સવ થા પૃથક્ છે, જે પંચ ભૂતોથી ઉત્પાદિત નથી, પાણીના પરપોટાની જેમ ક્ષણિક નથી, મદ્ય આદિમાં રહેલી માદક શક્તિની માફક ભાડૂતી ચૈતન્યશક્તિવાળા નથી, અંગૂઠા કે જવ જેટલેા નથી, કઠપૂતળીની જેમ ઈશ્વરના કે બ્રહ્માના ઇશારે નાચનારા નથી, પરંતુ અનંત શક્તિને, સર્વાંતંત્ર સ્વત ત્ર, ચૈતન્યશક્તિથી પૂર્ણ, સમુદ્ધાતને છેડીને શરીર
-