________________
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થવા લાગે છે; પારસ્પરિક, કૌટુંબિક, સામાજિક અને સાંપ્રદાયિક કલુષિત ભાવનાઓને અંત આવે છે. અને શુદ્ધ ધાર્મિકતા પિતાની બધી કળાઓ સાથે ખીલવા લાગે છે. અને કાચી ઘડીમાં જ કામીઓને કામ, ક્રોધીઓને કોધ, માયાવીઓની માયા, લોભીઓને લેભ, અને અહંકારીઓને અહંકાર પલાયન થાય છે. આળસ, નિદ્રા, તંદ્રા અને નિંદાનાં નિવાસસ્થાને ઉપર તાળાં લાગે છે અને જનતા તીર્થંકરદેવના સમવસરણ તરફ આવવાને માટે ઉત્સાહિત થઈને સભાવપૂર્વક પોતપોતાના ઘેરથી પ્રસ્થાન કરે છે.
અનાદિ અનંત સંસારમાં રખડપટ્ટી કરનારા જીવાત્માએ ત્યાં સર્વથા અદ્વિતીય વસ્તુનું દર્શન કરે છે, શ્રવણ કરે છે, તેને અનુભવ કરે છે અને સૌનાં હૈયાં જાણે સમ્યકત્વના પ્રકાશમાં, જ્ઞાનની ગંગામાં અને સખ્યાત્રિના વેશ-પરિ. ધાનમાં અલૌકિક આનંદનો અનુભવ કરે છે. અને માનવના મનમાં અનાદિ કાળથી રહેલાં વેર-ઝેર–ઈર્ષ્યા–અદેખાઈ, મમત્વ આદિ આત્મઘાતક દૂષણોની છેલ્લી વિદાય થાય છે.
શ્રાવસ્તી નગરીમાં ચાતુર્માસ માટે સ્થિરવાસ થયેલા ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં કરેડેની સંખ્યામાં દેવ-દેવેન્દ્રો, દેવીઓ-ઈન્દ્રાણુઓ પોતાનાં જીવનની ધન્યતા અનુભવી રહ્યાં હતાં. દેશ-દેશાન્તરથી આવેલા રાજા-મહારાજાઓ, રાણીઓ, રાજપુત્રીઓ, શેઠ-શેઠાણીએ મહાવીર સ્વામીનાં ચરણોમાં મહાવ્રત સ્વીકારીને પોતાનું કલ્યાણ કરતાં ધન્ય બની રહ્યાં હતાં. કેટલાક ભાગ્યશાળીએ ગૃહસ્થાશ્રમમાં રહીને દેશવિરતિ-શ્રાવક ધર્મની આરાધના કરવામાં સદૈવ પ્રયત્નશીલ હતાં. આ પ્રમાણે અનેક આત્માઓને ધર્મ પમાડીને