________________
» રી હૈ નમ: शासनपति श्री महावीरस्वामिने नमः शास्त्रविशारद, जैनाचार्य, स्व. श्री विजयधर्मसूरीश्वराय नमः
श्री सरस्वती मात्रे नमोनमः
શ્રી ભગવતી સૂત્ર સાર-સંગ્રહ
ભાગ-૩ શતક ૧૨ મું ઉદ્દેશક–૧
શ્રાવસ્તી નગરી :
“સાવત્થી નયરી ધણી શ્રી સંભવનાથ.” શુભ મુહૂર્તે સર્જન પામેલી ઘણી નગરીઓમાંથી શ્રાવસ્તી નગરીને ઈતિહાસ પણ લા–કરેડ અને અબજો વર્ષ પુરાણે છે. આ અવસર્પિણી કાળમાં ચતુર્વિશ તીર્થકરમાંથી ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવંત આ પવિત્ર નગરીમાં જગ્યા હતા. અને ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીએ એક વર્ષાવાસ (ચાતુર્માસ) આ નગરીમાં કરીને ત્યાંની જનતાને બહુવિધ ધર્મને લાભ આપ્યો હતો. શાસ્ત્રવચન છે કે, જ્યાં
જ્યાં તીર્થંકર પરમાત્માઓનાં ચરણે પડે છે તે ભૂમિ, બાગ, ગામ અને નગરીમાં નવે નિધાને પ્રગટ થાય છે, પુણ્યકર્મની ચરમ સીમાની આરાધના ઉપરાંત જનતાના મનમાંથી રાજસ અને તામસ ભાવની વિદાય થઈને સાત્વિક ભાવની અભિવૃદ્ધિ