________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાના કલ્પી લે છે. અને તે બાહ્યદેશમાં પિતાને કલપી
ત્યાં સુખની આશાએ પ્રયત્ન કરે છે, પણ જરા માત્ર સુખ પામી શકતું નથી. ક્ષણિક સુખની લાલચે, અનંતસુખાશ્રય આત્મસ્વરૂપને ભૂલી ગયે. જરા માત્ર પણ આ જીવે આત્મસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નહીં, આત્મસુખ માટે સદ્ગુરૂનાં ચરણકમળની ઉપાસના કરી નહીં. આત્મ સ્વરૂપજ્ઞાનાથે, ગીતાર્થગુરૂઓનાં વચન શ્રવણ કર્યા નહીં. સામાન્ય વિશેષાત્મકપદાર્થસ્વરૂપ સમજી શકશે નહીં. આત્મારૂપ દેશનું જ્ઞાન લીધું નહીં, અને બાહ્યદેશમાં સુખ માની લીધું. ઈત્યાદિ સર્વ અહંવૃત્તિને પ્રભાવ જગતમાં દષ્ટિગોચર થાય છે. વળી અહંવૃતિથી આશા ઉત્પન્ન થાય છે. આ જગતમાં અનેક પ્રકારની આશાઓને મનુષ્ય ધારણ કરી રહ્યા છે, કરે છે, અને કરશે. સ્ત્રી, ધન, પુત્ર, સુખ ની આશાએ અનેક પ્રકારના ઉદ્યમ કરાય છે. આશારૂપ પિશાચિનીના યોગે, અનેક પ્રકારની ગુલામગીરી જીવ કરે છે. ધનની આશાએ મૂર્ખ મુઢ રાજની સેવા પંડિતે પણ કરે છે. સ્ત્રીની આશાએ અનેક પ્રકારની અજ્ઞાઓ પુરૂષ ઉઠાવે છે; સંસારના સુખ મધુબિંદુ સમાન છે, તેની આ શામાં જીવ પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે; ક્ષણિક સુખની આશામાં, ચંડાલની પણ સેવા ચાકરી કરે છે. તે સંબંધી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે –
For Private And Personal Use Only