________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ ) વસ્તુને પિતાની માનું? જયાં રાગ, ત્યાં દ્વેષ થયા કરે છે. વળી રાગ અને દ્વેષથી આ જગત્ વિષમ દેખાય છે. આ જગતમાં અનેક રાજાઓ થઈ ગયા, ચક્રવતિ થઈ ગયા, પણ કેઈએ જગના મેહથી સત્યસુખ પ્રાપ્ત કર્યું નહીં. સ્વાત્મજ્ઞાનવિના વિષ્ઠાના કીડાના કરતાં ભૂલ મારી અવસ્થા થઈ. મેં બાહ્યદષ્ટિથી દેખાતા પદાર્થો જ સાચા માની લીધા. શ્રી સદ્દગુરૂ શરણને ઉપકારદષ્ટિથી કર્યું નહીં. સ્વમમાં દેખાતા પદાર્થો જેવા આ દશ્યપદાર્થોમાં અહંભાવકલ્પના ફેગટ છે; વધ્યાને સ્વમાની અંદર દેખાએલા પત્રમાં અહંભાવ જેમ નકામે છે, તેમ આ દેખાતા પુગલસ્કધરૂપ પદાર્થોમાં અહંભાવકલ્પના વ્યર્થ છે. અગ્નિને સ્વભાવ તે જલને નથી, અને જલને શીતત્વવભાવ તે અગ્નિને નથી, તેમ આત્માને ધર્મ તે જડમાં નથી, અને જડને ધર્મ તે આત્મામાં નથી. ઝાંઝવાના જળથી જેમ તૃષાની નિવૃત્તિ થતી નથી, તેમ તૃષ્ણાજલથી આત્માની શાંતિ થતી નથી. ફેરફુદી ફરતાં જેમ વૃક્ષાદિક ફરતાં દેખાય છે, તેમ બ્રાંતિથી પુત્રાદિક પિતાના ભાસે છે. જેમ બ્રાંતિથી બે ચંદ્ર આકાશમાં લાગે છે, તેમ દેહમાં પણ બ્રાંતિથી આત્મબુદ્ધિ થાય છે. જેમ નાનાં બાળક લાકડાની ઢબુડને સ્ત્રી કલ્પી, હરખાય છે, તેમ આત્માએ પણ અજ્ઞાનથી સ્ત્રી વિગેરેને પોતાનાં કલ્પી, હર્ષવિષાદનું સેવન કર્યું. હવે હું આત્માને જ્ઞાન ધ્યાનથી પુષ્ટ
For Private And Personal Use Only