________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૭). પણ કૃષ્ણ જગતને બનાવ્યું, તથા લીલાઓ કરી, તેને જૈનદર્શન સ્વીકારતું નથી. કૃષ્ણ સંબંધી વિશેષ હકીકત જાણવી હોય તે શ્રી નેમિનાથનું ચરિત્ર વાંચવું. માટે એવી રીતે સાપેક્ષપણે કૃષ્ણને પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. વૈષ્ણવ ધર્મ વિષ્ણુને સર્વવ્યાપક માને છે, અને કૃષ્ણને તેને અવતાર ગણે છે. હે ભવ્ય ! જૈન દર્શન આત્માને વિષ્ણુ કહે છે. કાનેર સર્વત્ર કથા નોતિ ઉત વિક જ્ઞાનથી સર્વત્ર આત્મા પ્રકાશ કરે છે, માટે આત્મા જ્ઞાનથી વ્યાપક વિષ્ણુ ગણાય છે, અને તે આત્મામાં જ્યાં સુધી કમ છે ત્યાં સુધી સત્તાએ કેવલજ્ઞાન રહ્યું છે, અને એ વિષણુરૂપ આત્મા કર્મ વડે અવતાર ધારણ કરે છે, તે પ્રમાણે કૃષ્ણને આત્મા, સર્વ આત્માઓની પેઠે જ્ઞાનથી વિષ્ણુ છે, અને તે કર્મ વડે અવતાર ધારણ કરે છે, અને કમને નાશ થતાં, અવતાર ધારણ કરતા નથી. એમ વિષણુનું સ્વરૂપ જૈન દર્શન સ્વીકારે છે, તેથી વિષ્ણુને સમાવેશ પણ જૈનદર્શનમાં થાય છે, પણ તે અપેક્ષાને જેઓ નથી સમજતા, અને વિષ્ણુને માને છે, તેઓ અજ્ઞાનથી ભૂલે છે. જેઓ વિષ્ણુને જગકર્તા તરીકે સ્વીકારે છે, તેઓ ભૂલ કરે છે. જે વિષ્ણુને કર્મ રહિત નિર્માલ પરમાત્મા સ્વીકારે, તે તેમના અવતાર થઈ શકે નહીં, કારણકે કમ સહિતના અવતાર થાય છે. તેમ સર્વત્ર વ્યાપક એવી
For Private And Personal Use Only