________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૨૩)
ડની હેઠળ સંજીવિની ઔષધિ છે. તે જો આ બળદને ખવરાવવામાં આવે તે બળદ પુરૂષ થાય. સ્ત્રીએ આ વાત સાંભળી. સંછવિની ઔષધિ અમુક છે, એમ તે જાણીતી નહોતી. ત્યારે તેણીએ મનમાં વિચાર કર્યો કે, સંજીવિની એકલી ઔષધી પારખ્યા વિના શી રીતે ખવરાવું ? માટે વડ હેઠળ ઉગેલું સર્વ ઘાસ ખવરાવું, તે તે પણ ભેગી આવશે, એમ નિશ્ચય કરીને તેણે સર્વ વનસ્પતિ કાપીને ખવરાવી. તેથી બળદ પાછે પુરૂષ થઈ ગયો. કથાંતરે પ્રાયઃ સાંભળવા પ્રમાણે વિદ્યાધરનું જોડલું કહ્યું છે. તાત્પર્યાર્થીમાં ફેર નથી. તેમ અત્ર પણ ગુરૂ છે તે, બળદ જેવા સંસારના મનુષ્યોને ચાર સંછવિની
ઔષધી સમાન જૈનધર્મ પળાવીને પરમાત્મસ્વરૂપ બનાવી દે છે. દષ્ટાંત એકદેશી હેાય છે. જેમ પેલી સ્ત્રીએસર્વ વનસ્પતિ ખવરાવી; તેમ અત્ર પણ ગુરૂ મહારાજ સર્વ ધર્મને જેમાં સમાવેશ થાય છે, એવા જૈન ધર્મનું ચારસંછવિની ન્યાયથી સેવન કરાવે છે, અને સર્વ જીવોને મોક્ષસુખ આપે છે. માટે જૈનધર્મ નું ભવ્યજીવોએ જ્ઞાનગ્રહણ કરવું. જીવાદિક નવ પદાર્થ જાણવા. જીવાદિક નવ પદાર્થ જાણવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે. કે,
Fiથા . जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं; भावेण सहतो, अयाणमाणेवि सम्मत्तं ॥ १॥
For Private And Personal Use Only