________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૬ ) પણુ પણ ઘી થવામાં કારણ છે. તેમજ વવનાર તથા ગળે વિગેરે પણ ધૃતમાં નિમિત્ત કારણ છે. ઘીનું કારણ માખણ માને અને બીજું માને નહીં તે, દહી વિના માખણ બની શકનાર નથી. માટે કહી પણ ઘીનું કારણ માનવું જોઈએ. તથા દૂધનું કારણુ ઘાસ, ગાય વિગેરે છે અને આસન્ન કારણ દહી માખણુ છે પણ આસન્ન કારણ દહી અને માખણ એ બે માને, અને બીજાં માને નહીં, તે પણ ચગ્ય નથી, કારણકે દહીનું કારણું દૂધ છે. દૂધવિના દહી થાય નહીં, માટે દૂધ પણ માનવું જોઈએ. દૂધ, દહી, અને માખણ એ ત્રણ વિના અન્ય ઘીનાં કરણ નથી એમ કહેવું તે પણ ગ્ય નથી. કારણ કે દૂધ પણ આંચળવિના નીકળે નહીં, માટે આંચળ પણ કારણ માનવું, અને ભેંસ તથા ગાય વિગેરે વિના આંચળ હોય નહીં, માટે ગાય વિગેરેને પણ કારણ માનવાં જોઈએ, અને ગાય પણ ઘાસ વિગેરે ભક્ષ્યવિના દૂધ આપે નહીં, માટે તે પણ કારણ માનવાં જોઈએ. એમ આસન્ન સાપેક્ષટષ્ટિથી સર્વ માનતાં, ઘી (વૃત) ની ઉત્પત્તિ બને છે. તેમ અત્ર પણ નિગમ વિગેરે સાતનયથી એક ધર્મરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. સાતનની સાપેક્ષતાએ ધર્મ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ સિદ્ધ થાય છે. માટે ભવ્યપુરૂએ સાતનથી સત્યધર્મસ્વરૂપ સમજી હઠ કદાગ્રહ દૂર કરી જૈનદર્શનને સ્વીકાર કરે. કાળથી કાર્યની ઉત્પત્તિ કાલવાદી માને છે, તથા સ્વભાવવાદી સ્વ
For Private And Personal Use Only