________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૧૧ ) ને સદેહી અને આકાશની પેઠે સર્વત્ર વ્યાપક માનશે તે એ ઈશ્વર સર્વત્ર વ્યાપક હોવાથી, અને તે મૂર્તિમાન હેવાથી, આંખે દેખા જોઈએ, અને તે દેખાતે તે નથી, માટે તે ઈશ્વર તમારાથી માની શકાય જ નહીં, તથા સાકાર ઈશ્વર માનતાં રાગદ્વેષાદિકવાળો ઈશ્વર પૂર્વોક્ત યુક્તિ પ્રમાણે સિદ્ધ ઠરશે, તથા તમે બીજે પક્ષ લઈને કહેશે કે, ઈશ્વર નિરાકાર છે, તે કહેવાનું કે નિરાકાર એવા ઈશ્વરથી સાકારની ઉત્પત્તિ આકાશની પેઠે થઈ શકે નહીં. જે જે શરીરરૂપ આકારવાનું હોય છે, તે કુંભકાર જેમ ઘટને બનાવે છે, તેમ અન્ય વસ્તુને બનાવી શકે છે, માટે નિરાકાર ઈવર માનતાં ઈશ્વર જગકર્તા સિદ્ધ કરતું નથી. તથા વેદમાં પણ કહ્યું છે કે ન તe૪ પ્રતિમrfહત ઈશ્વરને આકાર નથી. જેનો તો સિદ્ધ પરમાત્મારૂપ જે ઈશ્વર છે તે નિરાકાર છે, અને તે જગકર્તા નથી, અને તે પિતાના શુદ્ધસ્વરૂપમાંજ આનંદ ભગવે છે એમ માને છે. તેથી તે ઈશ્વર માનતાં કોઈ જાતને દેષ સંભવતું નથી. કોઈ પણ પ્રમાણુથી ઈશ્વર જગકર્તા સિદ્ધ કરતું નથી. તથા વળી પુછવાનું કે, જે જે કાર્ય ઉત્પન્ન થાય છે, તેનાં બે કારણો હોય છે. જેમ કુંભકાર ઘટ બનાવે છે, તે ઘટ, મૃત્તિકા ( માટી ) વિના બનતું નથી, માટે માટી તે ઘટનું ઉપાદાન કારણ છે, અને કુંભકાર, ચક્ર, દંડ વિના માટીને ૫
For Private And Personal Use Only