________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) રહે છે, તેથી તે દર્શનનો પણ જૈનદર્શનમાં સમાવેશ થાચ છે. તથા જ્ઞાનવાદી અને કિયાવાદી પોતાના તરવને ઈષ્ટમાનતા શ્રી વિરપ્રભુની પાસે ન્યાય મેળવવા આવ્યા ત્યારે શ્રી વીરપ્રભુએ કહ્યું કે, તમે નિરપેક્ષપણાથી વાદ કરે છે. એકલા જ્ઞાનથી પણ મુક્તિ થતી નથી, તેમ એકલી કિયાથી પણ મુક્તિ થતી નથી, બેને સંગમ થતાં મુક્તિ થાય છે. જ્ઞાનામાં છેલ્લાઃ જ્ઞાન અને કિયા બે માનવાથી મુપ્તિ થાય છે. જેમ કેઈ માણસ ઈષ્ટ નગરને રસ્તે જા
તો હોય પણ ચાલવાની ક્રિયા કરે નહીં તે ઈષ્ટનગરમાં પહોંચતું નથી. તથા કેઈ ઈષ્ટનગરને રસ્તે જાણતા નથી, અને ગમન કરે, ભૂલે ભમે, માટે જ્ઞાન અને ક્રિયા બે સાથે હોય તે ઈચ્છનગરમાં પહોચે છે. કહ્યું છે કે –
ગાથા हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया। पासंतो पंगुलो दृढो, धावमाणो अ अंधओ ॥ १ ॥
આ પ્રમાણે ઉપદેશ આપ્યાથી બે વાદીઓ એક બીજાની સાપેક્ષતા સમજ્યા તેથી જ્ઞાનવાદી અને કિયાવાદી, જૈનદર્શનમાં ભળ્યા. કેટલાક એકાન્ત યોગથી મુકિત માને છે તથા કેટલાક એકાંત ભક્તિથીજ મુકિત માને છે. તથા કેટલાક એકાંત બ્રહ્મથી જ મુકિત માને છે, અને પરસ્પર એક બીજાનું ખ
For Private And Personal Use Only