________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮), થતી નથી. એમ વિનયથી જ્યારે નાસ્તિક શિષ્ય કહ્યું, ત્યારે પરમશાંતાવસ્થાધારક ગિરજે ઉત્તર આપે કે આત્માને આનંદ અતીન્દ્રિય છે, તેથી તે ઈન્દ્રિયોથી જાણી શકાય નહીં. આત્મજ્ઞાનનાં પુસ્તક વાંચવાથી, તથા તેને અનુભવ કરવાથી તથા યથાવિધિ આત્મધ્યાન કરવાથી, આત્માને આનંદ, જ્ઞાનથી આત્મા સ્વયં જાણી શકે છે. આત્માનંદને અનુભવ થતાં, પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે અને જ્યાં સુધી આત્માનંદ પ્રગટ નથી, ત્યાં સુધી ગુરૂના વચન ઉપર વિશ્વાસ રાખી પ્રવર્તવું જોઈએ. ગિરાજે આ પ્રમાણે ઉત્તર આપે, ત્યારે શિષ્ય કહ્યું કે મને તે પ્રથમથી આત્માને આનંદ ભાસે તે, તમારું વચન ખરૂં માનું, મને કઈ પણ યુકિતથી આત્માનંદની સિદ્ધિ કરી આપે, ગિરાજે અલ્પસમય સુધી વિચાર કરીને, શિષ્યને પાસે બેલાવી, તેના કપાળમાં જોરથી પત્થર માર્યો. તેથી શિષ્યના કપાળમાંથી દડદડ લોહી નીકળવા માંડયું, અને તેથી શિષ્યને ઘણું દુઃખ થયું.શિવે કહ્યું, અરે ગીતે મારૂં મસ્તક ફ્રેડ નાંખ્યું, અરે ! મને મહાદુઃખ થાય છે, તારા બ્રહ્માનંદમાં બળ પૂળ મૂકી! આવું કરે છે કે !! ચેગિરાજે કહ્યું-અરે શિષ્ય ! તને શું થાય છે કે આટલે બધે તપી જાય છે ? શિગે કહ્યું, અરે મને મહા દુઃખ થયું તે તમારા ધ્યાનમાં નથી? ગિરાજે કહ્યું જરા તારૂં દુઃખ મને નાકથી
For Private And Personal Use Only