________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૪) વને પરમાત્મ થવા દેતે નથી? પ્રથમ પક્ષ લેશે તો તે કમને નાશ કરવાથી પરમાત્મા થવામાં બાધ આવતે નથી, અને બીજો પક્ષ લઈ કહેશે કે ઈશ્વર, જીવને પરમાત્મા થવા દેતે નથી, ત્યારે અમે પુછીએ છીએ કે, જીવને પરમાત્મા થવામાં ઈશ્વરને શું ગમતું નથી ? વા અદેખાઈ આવે છે? બે પક્ષમાંથી એકને પણ તમારાથી ઉત્તર આપી શકાશે નહીં. તમો એમ કહેશે કે ઈશ્વર જીને બનાવે છે, તેથી જીવમાં અ૫શક્તિ મૂકે છે, ત્યારે કહેવાનું કે, એવું કહેવું પણ તમારું ચોગ્ય નથી. કારણ કે ઈશ્વર જે જીને બનાવે છે, જીવનું ઉપાદાન કારણ કોણ? અને નિમિત્ત કારણ કેણુ? જે જીવેનું ઉપાદાન કારણ ઈકવર કહેશે તે સર્વે જીવે ઈકવરરૂપ બની ગયા અને ત્યારે સ્વામી સેવકભાવ બલકૂલ રહ્યો નહી. જેમ ઘટનું ઉપાદાન કારણ માટી છે તે માટીથી ભિન્ન ઘટ હોતે. નથી. માટી તેજ ઘટરૂપે બનેલી છે. તેથી ઘટ, માટીથી અભિન્ન છે. તથા પટનું ઉપાદાન કારણ તંતુઓ છે તે પટથી અભિન્ન છે, તેમ જીવોનું ઉપાદાન કારણ ઈશ્વર પણ જીવથી અભિન્ન ઠર્યો. તેથી સર્વ જીવમય ઇશ્વર છે. તેથી સર્વજી પરમાત્મા કહેવાશે. વળી એવો નિયમ છે કે, જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે અનિત્ય કહેવાય છે. કાર્યસ્વપણાથી, જેમ ઘટ ઉત્પન થાય છે, તે તે અનિત્ય છે, એમ છ પણ ઉત્પન્ન થવાથી નિત્ય ઠર્યા. અનિત્ય વસ્તુ નાશ પામે છે. તેમ
For Private And Personal Use Only