________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૦૦ ) થી નિરૂપાધિપદનું સુખ આત્મા અનુભવે છે. અહો ! એવી ધ્યાનદશામાં કયારે જીવન જશે! ક્યારે પર્વતની ગુફાઓમાં ધ્યાનારૂઢ થઈ અવધૂત દશાને આત્મા અનુભવ કરશે ! કયારે પર પરિણતિ રમણતા રૂપ મિથ્યા ટેવને ત્યાગી, ચેતન, સ્થિર ઉપયોગ દ્વારા યોગારૂઢ થશે ! રાગદ્વેષવડે અનુભવત: બાહ્ય સંગમાં કયારે સમભાવ થશે ! કયારે સમતારૂપ ગંગાનદીમાં સંસારતાપ નિવારણ કરવા માટે ઝીલાશે !! - ન્તર્મુખચેતનાથી કયારે આમ પ્રભુનું સેવન થશે !! ક્યારે સર્વ પૌગલિક ભાવ પરથી અર્હત્વબુદ્ધિ છૂટશે !! કયારે જગના પદાર્થોમાંથી ઈષ્ટબુદ્ધિ છૂટશે ! હે ચેતન ! હજી તું આત્મારામ ફેરવે તે રાગાદિક શત્રુઓને છતી પરમ પદની પ્રાપ્તિ કરે–અન્તના વિકારને જીતવા માટે બને તેટલો પ્રયત્નકર !! દેવગુરૂ ધર્મની આસ્તિકતા ધારણ કર.
પ્રશ્નસદગુરે ! કેટલાક લોકો કહે છે કે, જૈન ધર્મ છે તે નાસ્તિક ધર્મ છે, અને તે વેદબાહ્ય છે, તેનું કેમ?
ઉત્તર–હે શિષ્ય ! જે લેકે જૈન ધર્મને નાસ્તિક કહે છે, તે લેકે જૈન ધર્મનું બરાબર સ્વરૂપ સમજતા નથી, તેથી એમ કહે છે, જેનો ધર્મ છે તે પ્રત્યેક મનુષ્યને ધર્મ છે, અને તે દરેક મનુષ્યના આત્માની ઉન્નતિનું સ્વરૂપ બતાવે છે. નાત જાતના ભેદમાં જૈન ધર્મ સમાને નથી, જે રાગ દ્વેષને જીતે તે જિન કહેવાય છે. એવા જી
For Private And Personal Use Only