________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૬) ભાંગે છે. તથા સ્વભાવગુણ પર્યાય છે, તે પોતાના સ્વરૂપની અપેક્ષાએ અનાદિ અનંત છે.
ધર્માસ્તિકાયમાં સ્વદ્રવ્યચલન સહાયગુણ અનાદિ અનંત છે. સ્વક્ષેત્રકાલની અપેક્ષાએ અનાદિ અનંત છે. તથા અવગાહનાપણે સાદિસાંત છે. સ્વકાલ જે અગુરુલઘુગુણ છે, તે અનાદિ અનંત છે, તથા ઉત્પાદવ્યય સાદિસાંત છે. સ્વભાવ તે ચારગુણ—અગુરુલઘુ અનાદિ અનંત છે. ૧ સ્કધ. ૨ દેશ. ૩ પ્રદેશ તે અવગાહનાને પ્રમાણે સાદિસાંત છે. એમ અધમસ્તિકામાં પણ ચતુર્ભાગી જાણવી, તથા આકાશાસ્તિકાય દ્રવ્યમાં સ્વદ્રવ્ય અવગાહનાદાનગુણ અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર લોકાલોક પ્રમાણ અનંત પ્રદેશ અનાદિ અનંત છે. સ્વકાલ અગુરુલઘુગુણ અનાદિ અનંત છે. તથા અગુરૂ લઘુથી ઉત્પાદવ્યય થાય છે, તે સાદિસાંત ભાંગે છે. તથા સ્વભાવ તે ચાર ગુણ તથા ઔધ અને અગુરુલઘુ અનાદિ અનંત છે. તથા દેશપ્રદેશ સાદિસાંત છે.
કાલદ્રવ્યમાં સ્વદ્રવ્ય. નવા પુરાણા વર્તનાગુણ, અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર સમયકાલ, સાદિસાંત છે. વર્તમાન સમય એક છે, માટે તથા સ્વકાલ તે અનાદિ અનંત છે, સ્વભાવ તે ચારગુણ અને અગુરુલઘુ અનાદિ અનંત છે. વર્તમાન સાદિસાંત અને અનાગત, સાદિ અનંત છે.
પુદગલદ્રવ્યમાં સ્વદ્રવ્ય જે પુરણગલન ધર્મ છે, તે
For Private And Personal Use Only