________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ર ). તે ભિક્ષુકીને આગળ ધર્યા. શેઠે હજારે નેકર સેવકને હુકમ કર્યો કે-ગામમાં તથા આસપાસના ગામમાં જેટલું અન્ન મળે, તેટલું રંધાવે. લાખ મનુષ્યને આ કામમાં રોકી દે. શેઠની આજ્ઞા થતાં, લાખો મણ અન્ન રંધાઈ ગયું. ભિક્ષુકી ઝડપથી જેટલું ધરે, તેટલું ખાઈને માગવા લાગી. લાખ મણ અન્ન પણ તે જોતા જોતામાં ખાઈ ગઈ. લાખો મણ બીજુ અન્ન મંગાવ્યું તે પણ ખાઈ ગઈ. શેઠ મનમાં ગભરાવા લાગ્યા. મનમાં વિચારે છે કે, અરે આ તે કેઈ વિકાળ પિશાચી છે કે કાળ છે? એટલામાં તે બેલી ઉઠી કે, અરે પાપી લાવ અન્ન, અન્ન વિના મારા પ્રાણ જાય છે. હું જેમ જેમ ખાઉં છું, તેમ તેમ મારા પેટમાં દાવાનળ અગ્નિ સળગે છે. માટે અન્ન આપવાની ઉતાવળ કર !! સેવકો વચ્ચમાં બોલી ઉઠયા -શેઠ સાહેબ ! હજારે ગરીબ મનુષ્ય ટળવળે છે, તે બિચારા ભૂખથી મરી જાય છે. માટે શું કરીએ ? અન્ન ખૂટયું છે. આ રાડ ભિકી તે કદિ ધરાવાની નથી. શેઠે નોકરોને કહ્યું. આખી દુનિયામાંથી અનાજ દૂધ, ઘી વિગેરે સર્વ ભેજ્ય પદાર્થ મંગાવે. અરેરે હવે તે મારી ફજેતીને વખત આવ્યું, જે આને ભૂખી રાખીશ તે મને ખાઈ જશે, અને ખવરાવું છું, તો સમુ દ્રની પેઠે ધરાતી નથી. હવે કેમ કરવું. સુર્ય વચ્ચે સેપારીના જે સમય આવ્યે, ભિક્ષુકીએ કહ્યું, હું સર્વ ખાઈ
For Private And Personal Use Only