________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૬ ) છે, જેથી તું એનું સ્વરૂપ સમજી શકતું નથી. અનાદિકાનથી એ તારી સંગી છે. અનેકપ્રકારની આશાઓ કરવી; તેજ આશા છે. તે ધનની આશા કરીને, પુત્રની આશા કરીને, તારા દિલમાં આશાભિક્ષુકીને વાસ કરાવ્યું છે, અને એ આશાથીજ, તે માણિભદ્ર વીરનું આરાધન કર્યું હતું. તને સ્પર્શ મણિ મળે, અને તેથી તેને સંતોષ થયે નહીં. કીતિની, માનપૂજાની, ઈન્દ્રાસન લેવાની, અને અમરનામ રાખવાની આશાને તેં આજસુધી સેવી છે, તેમજ દાન, તપ, જપ નવકારશીઓ વિગેરેથી કીતિઆશા પુણ્યાશા, નામનાની આશા, અને ઈંદ્રપદવી લેવાની આશાઓને તે કરી છે. તારી અખંડ નામ રાખવાની આશા તે પ્રબળપણે વર્તાતી હતી અને તું કહે છે કે, મેં આશાને સંગ કર્યો નથી,એ કેટલું બધું અજ્ઞાન? હે ભવ્ય ! કલ્પિત આશાઓને કદાપિકાળે અંત આવતે નથી, જે તે આશાને પૂર્ણ કરવા કેટલે બધો પ્રયત્ન કર્યો? આશાને આપ્યું તેટલું ખાઈ ગઈ. તે પણ આશાની શાંતિ થઈ નથી અને કદિથવાની પણ નથી. તન મારા, રૂદ્રાક્ષની આશા, અમર નામની આશાઓ કરી, પણ તેથી તને શાંતિથવાની નથી, તેથી ઉત્તરોત્તર અન્ય આશાઓ પાછી પ્રગટશે. પણ તેને અંત આવશે નહીં. વડનું બીજ નાનું હોય છે, તેમાંથી મહદવટવૃક્ષ થાય છે. તેમ એક આશાના અંકુરમાંથી અનેક મહાઆશાઓ પ્રગટ થાય છે અને તેના
For Private And Personal Use Only