________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૫), નથી, અને અન્તરદષ્ટિ જ્યાં સુધી પ્રગટી નથી, ત્યાં સુધી તું રણના રેઝ સમાન છે. આત્મદર્શન વિના ખરી શાંતિને અનુભવ થતો નથી. શ્રી આનંદઘનજી કહે છે કે – दर्शन दर्शन करतो जी फिरू, तो रणरोझ समान; जेनेपिपासाहो अमृतपाननी, किम भाजे विषपान०
આત્મદર્શનને જે અનુભવ થાય છે, અનંતસુખની ખુમારીને સ્વાદ મળ્યા વગર રહેતું નથી. બહિરાત્મ જી. જડમાં અહત્વબુદ્ધિ ધારણ કરે છે, તેથી આત્માનુભવજન્યસુખસ્વાદ કરી શકતા નથી. માટે જ્ઞાન દ્વારા અત્તરદષ્ટિથી અસંખ્યપ્રદેશીભૂપનું દર્શન કરતાં, સ્વસ્વરૂપને પ્રકાશ થશે, અને તેથી અનાદિકાળની ધૂપ કે જે જન્મ જરામરણરૂપ દુઃખરૂપ છે, તેને નાશ થશે. બાહ્યના પદાર્થોની ખબી દેખવા તમે મુંબઈ કલકત્તા વગેરે જાઓ છે, અને તેને દેખીને મનમાં આશ્ચર્ય માને છે, પણ તે આશ્ચર્ય કશા કામનું નથી. તમે આત્મામાં રહેલા અનંતગુણોને દેખશે તો તમને જે આનંદ થશે, તેને કદિ અંત આવશે નહી. તમે જગતના મોટા મોટા ભાગે દેખી, ખુશ ખુશ થઈ જાઓ છો, પણ આત્માના આનંદાદિ ગુણોને બાગ દેખ્યા પછી બાહિરને બાગ એક સામાન્ય દેખાશે. બાહિર સુષ્ટિની લીલા નિહાળી, અનંત અખંડ આનંદ પામશે, એમાં કિંચિત પણ શંકા નથી. બાહ્ય જગતના મીઠા મેવા
For Private And Personal Use Only