________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૩) कि गीयत्थो केवली, चउबिहे जाणणे य कहणेय तुल्ल रागरोसे अणंतकायस्स वज्जणवा इत्यादि द्रव्यशुष्य પર્યાયને જાણે છે, તેને જ્ઞાની કહે છે. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ સ્વભાવ રહ્યા છે, તેને જે જાણે છે, તેને જ્ઞાની કહે છે. તથા પ્રત્યેક વસ્તુમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય લગાડે છે, અને તેને સમ્યગ બંધ કરે છે, તેને જ્ઞાની કહે છે, વ્યાર્થિંકનય એમ કહે છે કે હું મુખ્યતાએ દ્રવ્યનું ગ્રહણ કરું છું, પણ તેથી પર્યાયને નિષેધ કરતું નથી, જેમ સુવર્ણનાં પચાસ જુદાં જુદાં આભૂષણ બનાવ્યાં હોય છે, ત્યાં હું સુવર્ણથી સર્વ આકૃતિએમાં વ્યાપી રહેલા સુવર્ણને ગ્રહું છું. ત્યારે પર્યાયાર્થિક નય કહે છે કે, સુવર્ણના પચાસ આકૃતિ કે જે કટક કંડલ કટિબદ્ધ વિગેરે છે તેને હું ગ્રહણ કરૂં છું, પણ તેથી પચ્ચાસ આકૃતિમાં વ્યાપી રહેલા સુવર્ણ રૂપ દ્રવ્યને નિષેધ કરતો નથી, એમ કથંચિત જુદા જુદાપણે બે નય, એક વસ્તુને ગ્રહણ કરે છે, પર્યાયાર્થિકનય કહે છે કે જે હું દ્રવ્યાર્થિકનયને નિષેધ કરૂં તે મૂલ દ્રવ્ય સુવર્ણ નહીં હોવાથી આકૃતિરૂપ પર્યાય પણ મારે નાશ થાય. દ્રવ્યાર્થિક નય કહે છે કે, જે હું પર્યાયાર્થિક નયને નિષેધ કરું તે કટક, કુંડલ, કેયુરાદિક આકૃતિરૂપ પર્યાયને નાશ થવાથી જગતના વ્યવહારને લેપ થઈ જાય. કારણ કે
For Private And Personal Use Only