________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ વિનાયગના સ સ
સ તત્વ
( ૪૦ ) છે, તે પણ મનુષ્યોને માર્ગ પુછવું પડે છે, ત્યારે મુક્તિ નગરીના માર્ગમાં ચાલતાં, સદ્ગુરુરૂપ વળાવા વિના અભીછનગરે પહોંચી શકાય નહીં. જ્ઞાનિના ગ્રંથમાં તીવ્ર સૂરમબુદ્ધિ વિના પ્રવેશ થતો નથી, અને સૂક્ષ્મજ્ઞાન તે વિના થતું નથી. દ્રવ્યાનુયોગના સૂક્ષ્મજ્ઞાન વિના શ્રદ્ધા તથા સમકિતની પ્રાપ્તિ થતી નથી. માટે સૂક્ષ્મ દ્રવ્યાનુયેગનું જ્ઞાન કરવા સદ્દગુરૂની ઉપાસના કરવી. સદ્દગુરૂવિના તત્ત્વમાર્ગની ગમ પડતી નથી. તથા પંચમકાળમાં સદ્દગુરૂની શ્રદ્ધા થવી દુર્લભ છે. ગુરૂના દોષબુદ્ધિથી દેષ દેખનારાઓને કાગડાના જેવી દષ્ટિ હોવાથી તેઓને તે સત્ય લાભ પ્રાપ્ત થત નથી. કેટલાક કુળગુરૂની પેઠે સદગુરૂને માનનારાઓ પણુ ગુરૂની શ્રદ્ધા યથાર્થ કરી શકતા નથી, અને નિં. દક કુપાત્ર છના સહવાસથી, કેટલાકને સત્યગુરૂની શ્રદ્ધા રહેતી નથી. કેટલાક તે ગુરૂના ઉપકારને જાણી શકતા નથી. તે તેને શ્રદ્ધા શી રીતે થઈ શકે ? કેટલાક તે ઘળું તેટલું દૂધ, એવી બુદ્ધિથી સત્યગુરૂ શરણ અંગીકાર કરી શકતા નથી. જેના માથે સગુરૂ એક સાચા નથી, તે નગુરાએ ભવમાં ભટક્યા કરે છે. કેટલાક ભેળા મૂર્ખ જાડી બુદ્ધિવાળા મનુષ્યો તે ગાડરીયા પ્રવાહની પેઠે ગુરૂને માન્યા કરે છે. કેટલાક તે સ્વાર્થ હોય, ત્યાં સુધી ગુરૂ અને પશ્ચાત ગુરૂનું પણ બૂર કરવાનું ચૂકતા નથી, દુનિયાની વિદ્યા;
For Private And Personal Use Only