________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૧ ) હુન્નર, યુદ્ધાદિ કળા શીખવાને માટે સ્ત્રીની જરૂર છે, અને આત્મધર્મની પ્રાપ્તિ માટે લેકેત્તર પંચમહાવ્રતધારક સદુપદેશક ગુરૂની જરૂર છે. માટે એવા સદ્દગુરૂની શ્રદ્ધા જે ભળે કરે છે, તે પરમાત્મપદને પામે છે. દુનિયામાં ચિંતામણિ રત્ન કરતાં પણ મનુષ્યભવ અનંતગણે અમૂલ્ય છે તે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને વિવેક દષ્ટિની જાગૃતિ કરવી. વિવાના બે ભેદ છે. સ્ત્રૌકિક विवेक भने लोकोत्तर विवेक तमा लोकोत्तर विवेक दुर्लभ છે. નવતત્વ તથા ષડદ્રવ્યનું સ્વરૂપ જાણીને, ઉપાદેય આત્મસ્વરૂપને સ્વીકાર કરે, અને જડદ્રવ્યને ત્યાગ કરે, આવી વિવેકબુદ્ધિ પ્રગટવાથી, સમક્તિરત્નની પ્રાપ્તિ થાય છે. વિવેકદષ્ટિ થતાં, ભવ્ય જીવ સત્યને જાણે અસત્યને પરિહરે છે. પદાર્થોનું સ્વરૂપ બતાવવા વિવેક સૂર્ય સમાન છે. દૂધ અને જલની પેઠે પુદ્ગલ અને આત્માને ભિન્ન કરવા હંસની ચંચુ સમાન વિવેકદષ્ટિ છે. વિવેક ચક્ષુથી અંધમનુષ્ય સત્યપદાર્થવરૂપ ઓળખી શક્તા નથી. વિવેક દષ્ટિહીન મનુષ્ય આત્માને પરમાત્મરૂપ જાણી શકતા નથી. વિવેક દષ્ટિહીન પુરૂષ અસત્યને સત્ય માને છે, અને સત્યને અસત્ય માને છે. વિવેક દષ્ટિ વિના આત્મારૂપ હીરો પારખી શકાતો નથી.વિવેક દષ્ટિથી આત્મા, મોક્ષ માર્ગમાં ગમન કરી શકે છે. વિવેક દષ્ટિ, ચિંતા
For Private And Personal Use Only