________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૪) સવજીને એક વ્યાપક નિત્ય આત્મા માનવાથી, તે પ્રથમથી જ મુક્ત છે. કારણકે, એક પદાર્થ માનવાથી, કર્મરૂપ દ્વિતીય પદાર્થની સિદ્ધિ થઈ શકશે નહીં. અને તેથી તપ, તીર્થ, સંન્યાસ, ઉપદેશ, જ્ઞાનાભ્યાસની નિરર્થ કતા પ્રાપ્ત થાય છે. જગતમાં એક મનુષ્ય ભોગી, એક જેગી, એક રાજા, એક રંક દેખવામાં આવે છે, તેનું કારણ પુણ્ય પાપ માન્યા વિના સિદ્ધિ નથી. અને જ્યારે પુણ્ય પાપરૂપ કર્મ માનવામાં આવે છે, જીવ અને અજીવ એમ બે પદા ઈની સિદ્ધિ કરી. તેમજ પુણ્ય પાપના વિચિત્ર ભેદના ભક્તા ભિન્ન ભિન્ન આત્મા દેખવામાં આવે છે, તેથી સર્વ જીવ વ્યકિત ભિન્ન ભિન્ન સિદ્ધ ઠરે છે, અને તેથી જીવે. અનંત વ્યક્તિ પણે અનાદિકાળથી છે. તેમજ સર્વ જીવોને, સાધારણ ધર્મ એક સરખે હેવાથી સત્તાની અપેક્ષાએ સાપિક્ષપણે એક કહેવાય છે, પણ તેથી અનાદિકાળ સિદ્ધ અનેક પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મ વ્યક્તિને નિષેધ થત નથી. તેથી સમ્ય નયને સાપેક્ષપણે અવતાર થાય છે. આ સંબંધી વિશેષ વિવેચન કરતાં ગ્રંથ ગૌરવ થાય તેથી કર્યું નથી. વિશેષ સ્વરૂપના જીજ્ઞાસુઓએ સમ્મતિતર્ક, સ્યાદ્વાદમંજરી, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, અનેકાન્તજય પતાકા વિગેરે ગ્રંથ જેવા વા સાંભળવા. સ્યાદ્વાદદર્શનમાં પદાર્થ સ્વરૂપ સાપેક્ષપણે માનતાં, તત્વની અને અદ્વૈતત્વની
For Private And Personal Use Only