________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૯ ) સિદ્ધ સમાન છે, એમ કહ્યું. શબ્દનયના મતે શુદ્ધ શુકલ પાન નામાદિક નિક્ષેપ સહિત તે સિદ્ધ છે. ત્યારે સમભિરૂઢનય કહે છે કે, કેવલજ્ઞાન, કેવલ દર્શન, યથાખ્યાત ચારિત્ર, ઈત્યાદિ ગુણ સહિત તેરમા ગુણઠાણે વર્તનારા કેવલી સિદ્ધ જાણવા, તેરમા ચઉદમાં ગુણ કાણાના કેવલીને આ નય સિદ્ધ કહે છે, અને એવંભૂતનયના અભિપ્રાયથી સકલ કર્મ ક્ષય કર્તા, લોકના અંતે બિરાજમાન, અષ્ટગુણસંપન્ન તે સિદ્ધ જાણવા. એમ સિદ્ધ ઉપર સાત નયને અવતાર કો.
પશ્ન–એક વસ્તુમાં ભિન્ન ભિન્ન અભિપ્રાય વાળા સાત નય શી રીતે લાગી શકે?
ઉત્તર–ભિન્ન ભિન્ન અભિપ્રાયથી એક વસ્તુનું સ્વરૂપ કહેવામાં કોઈ જાતને વિવાદ પ્રાપ્ત થતું નથી. સમ્મતિત. વૃત્તિમાં તે ઉપર દષ્ટાંત આપ્યું છે, જેમ–
ગાથા. पिउ पुत्तणत्तु भग्गय, भाउण एगपुरिस संबंधो ॥ णयसो एगस्सवि णश्थि, सेसयाणंपि यो होइ ॥१॥
ભાવાર્થએક પુરૂષ છે તે પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને તે બાપની અપેક્ષાએ પુત્ર કહેવાય છે, અને તે માતાના પિતાની અપેક્ષાએ ના કહેવાય છે અને તે મામાની અપેક્ષાએ ભાણેજ કહેવાય છે, અને તે ભાઇની
For Private And Personal Use Only