________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) વાદ પણ જાણ; તથા ઘટરૂપ એક વસ્તુ છે, તે મતિજ્ઞાન,
તજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાનને વિષય છે. પંચજ્ઞાનથી એક ઘટરૂપ વસ્તુ ભાસે છે, તેથી પંચજ્ઞાનમાં વિવાદ થતો નથી. પણ ઉલટું ઉત્તરોત્તરજ્ઞા નમાં પર્યાયની વિશુદ્ધતા ભાસે છે. તેમ નયામાં પણ પરસ્પરસાપેક્ષબુદ્ધિથી વિવાદ થતું નથી. પ્રત્યુત સમૂજ્ઞાનનું કારણ થાય છે, તથા જેમ અગ્નિ પ્રત્યક્ષથી દેખાય છે, અને તેજ અગ્નિ અનુમાનથી અનુમેય છે. અને તેજ અગ્નિ સાદશ્યજ્ઞાનથી ઉપમેય છે, અને તેજ અગ્નિ, આપ્તવચનથી શબ્દનો વિષય છે. એમ ચાર પ્રમાણથી અગ્નિની સિદ્ધતા થાય છે. પરંતુ ચાર પ્રમાણમાં પરસ્પર વિવાદ નથી. પ્રત્યુત અગ્નિને નિશ્ચય થાય છે. તેમ સાતનયમાં સાપેક્ષપણે પરસ્પર વિવાદ નથી, પરંતુ તે સમ્યગજ્ઞાનમાં કારણભૂત થાય છે. ' શંકા–હે ગુરૂ મહારાજ એક શંકા ઉત્પન્ન થાય છે કે, એક વસ્તુમાં સાતનયથી ભિન્ન ભિન્ન વ્યવહાર કરવાથી મૂળ એક વસ્તુ રહી શકશે નહીં તેનું કેમ? - સમાધાન–હે ભવ્ય ! એકાગ્રચિત્તથી શ્રવણ કરએકછવ દેવશરીરને ધારણ કરે છે, ત્યારે તે દેવ કહેવાય છે, અને જ્યારે મનુષ્યપર્યાય ધારણ કરે છે, ત્યારે મનુષ કહેવાય છે, અને તેજ જીવ જ્યારે નારકીપર્યાયને ધારણ
For Private And Personal Use Only