________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૯ ) સ્વભાવમાં રમવું, તે ભાવાયા છે, તેના વિના ભવાંત થતું નથી. ભાવદયાના પણ બે ભેદ છે. સ્વભાવદયા અને પરભાવદયા તેમાં આત્મજ્ઞાનવડે સ્વરૂપમાં રમણતા કરવાથી સ્વભાવદયા કહેવાય છે, અને પરજીવને સમ્યગૂજ્ઞાનદર્શનચારિત્રની ઉપદેશદ્વારા પ્રાપ્તિ કરાવી આપવી તે પરભાવદયા કહેવાય છે. પિતાના આત્માની ભાવદયાવિના પરઆત્માની ભાવદયા થઈ શકતી નથી. અજ્ઞાની મિથ્યાત્વીને સમક્તિના અભાવે, ભાવદયા હોઈ શકતી નથી, દ્રવ્યદયા પણ મિથ્યા–ી જીવ સમજી શકતું નથી, તે દ્રવ્યદયા સમ્યક શી રીતે પાળીશકે? માટે ભવ્યજીએ જ્ઞાનને ખપ કરે. “જ્ઞાન” “જ્ઞાન” પણ ઘણું પિકારે છે, સમ્યગૃજ્ઞાન થયા વિના આત્મકલ્યાણ થતું નથી. મિથ્યાત્વજ્ઞાનથી ઉલટી સંસારની વૃદ્ધિ થાય છે. સ્યાદ્વાદપણે પર્શનનું જ્ઞાન થાય છે, તેને સમ્યગજ્ઞાન કહે છે. હવે સારાંશ કે અહિંસાનું પાલન સમકિતી કરે છે. તેમાં પણ મુનિરાજ કે જે દીક્ષા ગ્રહણ કરી, પંચમહાવ્રત પાળે છે, તે બરાબર છકાયના જીની દયા કરે છે. માટે જ મુનીશ્વરને છકાયના પીયર કહે છે. અન્યધર્મ કે જે એકાંતમત, તેમાં આસક્ત એવા સન્યાસી, ફકીર, વીશ વસાની દ્રવ્યદયા પણ પાળી શકતા નથી તો ગૃહસ્થાવાસમાં રહેલા જીવોની તે શી વાત કરવી ? અહિંસાજ ધર્મરૂપ છે, તથા સંયમ તથા તપના ભેદ શાસ્ત્રમાં
For Private And Personal Use Only