________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦ ) જાણવું. નિશ્ચયનયથી સર્વ જી સિદ્ધસમાન છે. શિષ્ય પ્રશ્ન કરે છે કે, જે સર્વ જી સિદ્ધ સમાન છે, તો અભવ્યજીવ પણ સિદ્ધસમાન ઠર્યો? તે તે મેક્ષે જતા નથી. તેને ઉત્તર કે, અભવ્યને કમ ચીકણું છે. અને અભવ્યમાં પરાવત ધર્મ નથી. તેથી સિદ્ધ થતા નથી. ભવ્યજીવમાં તે મેલગમનને સ્વભાવ છે. ભવ્યજીના સર્વથા શુદ્ધ પર્યાય થઈ શકે છે, તેથી કારણ સામગ્રી પ્રાપ્ત થતાં પલટણ પામે છે, ગુણશ્રેણિ ચઢી મોક્ષ જાય છે.
હવે રત્ન તથા મત પક્ષ કહે છે. એ છ દ્રવ્ય છે તે પિતાના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવપણે નત છે, અને પ્રત્યેક દ્રવ્ય છે, તે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સત્તા છે. ધર્માસ્તિકાયનો મૂલ ગુણ ચલનસહાયપણાને છે, તે સ્વદ્રવ્ય છે. અધર્માસ્તિકાયને મૂલગુણ સ્થિતિસહાયપણાને છે, તે સ્વદ્રવ્ય છે. તથા આકાશાસ્તિકાયને મૂલગુણ અવગાહપણાનો છે, તે સ્વદ્રવ્ય, તથા કાલનો મૂલગુણ વર્તાના લક્ષણ છે તે સ્વદ્રવ્ય જાણુ. તથા પુદ્ગલને મૂલગુણ પૂરણગલનપણે, તે તેને સ્વદ્રવ્ય, તથા જીવદ્રવ્યને મૂલગુણ જ્ઞાન ચેતનાદિકપણે તે સ્વદ્રવ્ય એ છ દ્રવ્યનું દ્રવ્યપણું કહ્યું, હવે સ્વક્ષેત્ર તે દ્રવ્યનું પ્રદેશપણું જાણવું. ધર્માસ્તિકાય તથા અધમસ્તિકાયનું ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે. આકાશનું સ્વક્ષેત્ર અનંતપ્રદેશ છે. કાલદ્રવ્યનું સ્વક્ષેત્ર સમય છે. પુગલ
For Private And Personal Use Only